Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

ફેરિયા લોન અરજીઓની મંજુરીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા મનપા દ્વારા કેમ્‍પ

રાજકોટ : ભારત સરકારશ્રી દ્વારા શેરી ફેરિયાઓ માટે PMSVANidhi(PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરી ફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્‍થાપિત કરી શકે તે હેતુથી કેમ્‍પના આયોજન વખતોવખત કરવામાં આવતા રહે છે. જેમાં આજથી ત્રણ દિવસ માટે એવા લોકો માટે કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે જેઓની લોનની અરજી બેંક દ્વારા મંજુર થઇ ચુકી છે પરંતુ ખાતામાં નાણાં જમા થયેલ નથી. આ કેમ્‍પમાં આવા પ્રકારના કેસની બાકી રહેલી પ્રક્રિયા પૂર્ણ કરાવવામાં આવી રહી છે. જેમાં બપોર ૧ વાગ્‍યા સુધીમાં અંદાજિત ૧૫૦ જેટલા લોકોની લોન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલ છે. વિશેષમાં કેમ્‍પના સ્‍થળે તા.૧૮થી તા.૨૧ દરમ્‍યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે ઈ-શ્રમ કાર્ડ રજીસ્‍ટ્રેશનની કામગીરી પણ કરવામાં આવનાર છે. જેનો પણ લાભ લેવા લાભાર્થીઓને જાણ કરવામાં આવે છે. 

(4:01 pm IST)