Gujarati News

Gujarati News

News of Wednesday, 18th January 2023

રાજકોટના આંગણે શ્રી રસરાજ રષેશ મહોત્‍સવઃ તૈયારીનો ધમધમાટ

સંખ્‍યાબંધ સમિતિઓની રચનાઃ ૨૦૦થી વધુ વલ્લભકુળ આચાર્યોના નિવાસ માટે શ્રેષ્‍ઠીઓના આવાસો સજજઃ દેશ- વિદેશથી સેંકડો સેવકો- અનુયાયીઓના ઉતારાની વ્‍યવસ્‍થાનો ધમધમાટઃ લક્ષ્મીવાડી હવેલીના આચાર્યશ્રીઓ સતત કાર્યરત:વસુંધરા રેસીડેન્‍સી, કેનાલ રોડ ખાતે ભવ્‍ય પંડાલને આખરી ઓપઃ ૨૯ સાંજે મદનમોહન પ્રભુજી સ્‍વાગત શોભાયાત્રાઃ ૧ લી ફેબ્રુઆરીએ રશેષકુમારજીની બીનેકી (વરઘોડા)ની તડામાર તૈયારીઓઃ વૃધ્‍ધો- અશકત વૈષ્‍ણવોને વ્‍હીલચેરમાં બેસાડી દર્શન કરાવાશે:પ્રસંગોનું શુભ સ્‍થળ :શ્રી વસુંધરા રેસીડેન્‍સી, કેનાલ રોડ, ગુંદાવાડી પોલીસ ચોકીથી જીલ્લા ગાર્ડન તરફ જતાં શ્રધ્‍ધા ડેરીની બાજુમાં, રાજકોટ-૩

રાજકોટઃ સપ્‍તમપીઠ શ્રી મદનમોહનલાલજી હવેલી ટ્રસ્‍ટ રાજકોટ  દ્વારા ‘શ્રી રસરાજ રશેષ મહોત્‍સવ' અંતર્ગત ગો.શ્રી રશેષકુમારજીનો યજ્ઞોપવિત પ્રસ્‍તાવ અને શ્રી મદન મોહન પ્રભુનો છપ્‍પનભોગ તા.૨૯ જાન્‍યુઆરી ૨૦૨૩ થી તા.૬ ફેબ્રુ. ૨૦૨૩ સુધી ભવ્‍ય આયોજન થયું છે.

સપ્‍તમ પીઠાધિશ્વર ગો.શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીની અધ્‍યક્ષતામાં યોજાયેલ મીટીંગમાં સંખ્‍યાબંધ સમિતિની રચના કરવામાં આવી હતી.

દેશભરમાંથી પધારતા ૨૦૦થી વધુ શ્રી વલ્લભકુલ આચાર્યોના નિવાસ માટે વૈષ્‍ણવ શ્રેષ્‍ઠીઓના બંગલાઓમાં તૈયારી પણ આરંભી દેવાયેલ છે. જયારે ઉત્‍સવમાં આવનારા સેવક તથા અનુયાયીઓ માટે શહેરની હોટલોમાં ઉતારાની ખાસ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી હોવાનું શ્રી રાસરાજ રષેશ મહોત્‍સવ સમિતિ, લક્ષ્મીવાડી હવેલીની યાદીમાં જણાવાયું છે.

વસુંધરા રેસીડેન્‍સી, કેનાલ રોડ ખાતે ભવ્‍ય પંડાલોને આખરી ઓપ અપાઈ રહ્યો છે. વ્રજેશકુમારજી સહિત લક્ષ્મીવાડી હવેલી આચાર્યોએ પંડાલોનું નિરીક્ષણ કરી સમિતિ અને પંડાલ ઓથોરીટીને જરૂરી નિર્દેશો આપ્‍યા હતા.

તા.૨૯ની  સાંજે શ્રી મદનમોહન પ્રભુની સ્‍વાગત શોભાયાત્રા અને તા.૧ ફેબ્રુ.  સાંજે ગો.શ્રી રશેષકુમારજીની બીનેકી (વરઘોડો) અને છપ્‍પન ભોગની તડામાર તૈયારીઓ થઈ રહી છે.

વૃધ્‍ધો અને અશકત વૈષ્‍ણવો માટે ‘વ્‍હીલચેર' દ્વારા દર્શન કરાવવાની ખાસ વ્‍યવસ્‍થા ગોઠવાઈ છે. સૌરાષ્‍ટ્રભરની વૈષ્‍ણવ સૃષ્‍ટિમાં હરખની હેલી વચ્‍ચે સપ્‍તમપીઠ શ્રી મદન મોહનલાલજી હવેલી ટ્રસ્‍ટ લક્ષ્મીવાડી, રાજકોટને અંતર્ગત તા.૨૯ જાન્‍યુ.થી તા.૬ ફેબ્રુ. ૨૩ દરમ્‍યાન ભવ્‍ય અને અલૌકિક એવો ‘શ્રી રસરાજ રશેષ મહોત્‍સવ' આયોજીત થવા જઈ રહ્યો છે. આ મહોત્‍સવ અનુસાર સપ્‍તમપીઠાધિશ્વર ગો.પૂ.શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રી (કામવન- રાજકોટ)ના પૌત્ર અને તેમના યુવા આત્‍મજ અને સપ્‍તમપીઠ યુવરાજ પૂ.અનિરૂધ્‍ધલાલજીના લાલન ચિ.ગો.રશેષકુમારજી મહોદયશ્રીનો યજ્ઞોપવિત પ્રસ્‍તાવનું વિરાટ આયોજન થઈ રહ્યું છે. જેમાં પુષ્‍ટિ સંપ્રદાયમાં જેને ઐતિહાસીક કહી શકાય એવા શ્રી સપ્‍તમનિધિ શ્રીમદનમોહન પ્રભુ (કામવન) કામા ઉત્તરપ્રદેશથી- સૌરાષ્‍ટ્રવાસીઓને દર્શનસુખ આપવા લગભગ ૧૮૦૦ કિ.મી.નો પ્રવાસ કરી તા.૨૯ જાન્‍યુ. રાજકોટ પધારી રહ્યાં હોવાનું સમિતિની યાદીમાં જણાવાયું છે.

‘શ્રી રસરાજ રશેષ મહોત્‍સવ' પંડાલોનું ભવ્‍ય નિર્માણ રાજકોટના કેનાલ રોડ, જીલ્લા ગાર્ડન પાસે આવેલી ‘વસુંધરા રેસીડેન્‍સી' સંકુલમાં કરવામાં આવી રહ્યું છે.

આ દિવ્‍ય મહોત્‍સવની વ્‍યવસ્‍થાઓ નિヘતિ કરવા તાજેતરમાં પૂ.વ્રજેશકુમારજી મહારાજશ્રીની અધ્‍યક્ષતામાં શ્રી લક્ષ્મીવાડી હવેલીના મધ્‍યસ્‍થ ખંડમાં સમિતિની એક મીંટીગ યોજાયેલ જેમાં ૧૫૦થી વધુ કાર્યકર્તાઓ અને વૈષ્‍ણવ અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

મીટીંગનું સંચાલન હવેલીના અગ્રણી વૈષ્‍ણવશ્રી ગોવિંદભાઈ દાવડાએ કહ્યું હતું અને સમગ્ર મહોત્‍સવનો પરિચય, વિશાળ વ્‍યવસ્‍થા અને કાર્યકર્તાઓની આવશ્‍કતા વિશે વિગતો આપી હતી.

યજ્ઞોપવિત પ્રસ્‍તાવ ડોમઃ શ્રીમદનમોહનપ્રભુના દિવ્‍ય મનોરથ દર્શન માટે પંડાલ તેમજ ત્રણ દિવસીય પ્રસ્‍તાવમાં દેશભરમાંથી પધારનારા ૨૦૦થી વધુ શ્રી વલ્લભકુળ ગોસ્‍વામી આચાર્યશ્રીઓના ભોજન પંડાલની વ્‍યવસ્‍થાનું નિરિક્ષણ પૂ.વ્રજેશકુમારજીએ કહ્યું હતું.

આ મીટીંગ દરમ્‍યાન સમિતિ અને કાર્યકર્તાઓને ઉત્‍સવમાં કયાંયે કચાસ ન રહે તેની સંપૂર્ણ સાવધાની સાથે દેશભરમાંથી પધારતા વૈષ્‍ણવાચાર્યો તેમજ અનેક મહાનુભાવ વૈષ્‍ણવોની ટહેલમાં જાગૃત રહેવા નિર્દેશ કર્યો હતો. પૂ.વ્રજેશકુમારજીએ વૃધ્‍ધો અને શારીરિક અસ્‍કત ભકતો માટે ‘વ્‍હીલચેર્સ'ની ખાસ વ્‍યવસ્‍થાનો નિર્દેશ કર્યો  હતો. આવા વૈષ્‍ણવોને ‘કેનાલ રોડ' ગેઈટથી જ સમિતિ કાર્યકર્તા દ્વારા વ્‍હીલચેરમાં મનોરથ દર્શન કરાવશે.

યુવા આચાર્ય અને સપ્‍તમગૃહ યુવારાજ અનિરૂધ્‍ધલાલજી મહોદયશ્રીએ બન્‍ને શોભાયાત્રાઓની દ્વિય વ્‍યવસ્‍થા અને એ માટે હાથી, ઘોડા, બગી, નોબત, નિશાન સાથે હજારો વૈષ્‍ણવો અને કિર્તનીયા મંડલીઓની તૈયારી અંગે નિર્દેશ આપેલ. જલંધર, અમૃતસર, પંજાબ, હિરયાણા, દિલ્‍હી, જયપુર, ભરતપુર, બિકાનેર, જેસલમેર, મુંબઈ, કલકત્તા, ઈન્‍દોર, અમેરીકા અને યુરોપ સહિતથી દર્શનાર્થે આવતા વૈષ્‍ણવ મહાનુભાવો સહુ માટે જુદી જુદી હોટલોમાં વ્‍યવસ્‍થાની રૂપરેખા આપી હતી.

આ માટે યજ્ઞોપવિત પ્રસ્‍તાવ પંડાલ કમીટી, શ્રી મદનમોહનપ્રભુ દર્શન વ્‍યવસ્‍થા કમીટી, શોભાયાત્રા સંચાલન કમીટી,  આચાર્યશ્રીઓના નિવાસ વ્‍યવસ્‍થા કમીટી, વેષ્‍ણવોની મુકામ વ્‍યવસ્‍થા સમિતિ, સામગ્ર ભંડાર કમીટી, પ્રસાદ ભોજન મંડાણ સમિતિ જેવી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી.

આ વ્‍યવસ્‍થા મીટીંગમાં જાણીતા વૈષ્‍ણવ અગ્રણીઓ સર્વશ્રી ચીમનભાઈ લોઢીયા, સુખાભાઈ કોરડીયા, હસમુખભાઈ ડેલાવાળા, અન્‍તુભાઈ સોની, અરવિંદભાઈ પાટડીયા, મનુભાઈ દુલારી, જીતેશભાઈ રાણપરા, હિતેશભાઈ રાજપરા, સુભાષભાઈ શીંગાળા, હર્ષદભાઈ ફીચડીયા, ગોવિંદભાઈ દાવડા, મોહનભાઈ રાણપરા સહિતના ઉપસ્‍થિત રહેલ.

શ્રી રસરાજ રષેશ મહોત્‍સવ સમિતિ, લક્ષ્મીવાડી હવેલીની યાદીમાં જણાવ્‍યું છે કે પ્રસ્‍તાવ ઉપક્રમે આપની સેવા ભેટ તેમજ વ્‍યવસ્‍થા સંબંધે વિશેષ જાણકારી માટે શ્રી ગોવિંદભાઈ દાવડા (મો.૯૪૨૭૭ ૨૯૯૯૪), શ્રી સુભાષભાઈ શીંગાળા (મો.૯૪૨૯૦ ૪૩૪૯૫), શ્રી હસમુખભાઈ ડેલાવાળા (મો.૯૭૨૭૭ ૨૭૦૯૧) અને શ્રી જીતેશભાઈ રાણપરા (મો.૯૮૨૫૪ ૬૭૬૦૧)નો સંપર્ક કરવા જણાવાયું છે.

તસ્‍વીરમાં કાર્યક્રમ સ્‍થળના પંડાલોનું નિરીક્ષણ કરી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપી રહેલ અને મિટીંગનું સંચાલન કરી રહેલા પૂ.વ્રજેશકુમારજી મહારાજશ્રી, સપ્‍તમ પીઠ યુવરાજ પૂ.અનિરૂધ્‍ધલાલજી નજર પડે છે તથા બેઠકનું સંચાલન કરી વિગતો આપી રહેલા ગોવિંદભાઈ દાવડા નજરે પડે છે.(૩૦.૭)

શ્રી રસરાજ રશેષ મહોત્‍સવ સમિતિ

પ્રમુખ                  શ્રી ચીમનભાઈ લોઢીયા              મો.૯૯૭૯૪ ૭૭૦૦૩

ઉપ-પ્રમુખ              શ્રી જીતેશભાઈ રાણપરા             મો.૯૮૨૫૪ ૬૭૬૦૧

                         શ્રી સુખાભાઈ કોરડીયા               મો.૯૮૨૫૦ ૮૨૦૨૦

                         શ્રી સી.જે.ચોકસી (નડીયાદ)         મો.૯૮૭૯૫ ૦૯૨૧૦

મંત્રી                    શ્રી ગોવિંદભાઈ દાવડા               મો.૯૪૨૭૭ ૨૯૯૪૪

સહમંત્રી                શ્રી હિતેશભાઈ રાજપરા              મો.૯૮૨૪૨ ૦૭૮૧૧

ખજાનચી               શ્રી હસુભાઈ ડેલાવાળા               મો.૯૭૨૭૭ ૨૭૯૦૧

સહખજાનચી           શ્રી સુભાષભાઈ શીંગાળા             મો.૯૪૨૯૦ ૪૩૪૯૫

                         શ્રી હર્ષદભાઈ ફીચડીયા              મો.૯૮૨૪૨ ૦૦૫૩૫

છપ્‍પનભોગનાં પ્રમુખ  શ્રી દિનેશભાઈ રામભાઈ પટેલ (લંડન)      +૪૪૨૦૭૩૮૫૯૨૧૬

પ્રચાર મંત્રી            શ્રી ગુણવંતભાઈ ડેલાવાળા          મો.૯૮૨૪૦ ૪૦૮૮૯

                         શ્રી આશાબેન પટેલ (લંડન)         +૪૪૨૦૮૪૨૭૬૨૭૭

                         શ્રી દિનેશભાઈ કારીયા               મો.૯૬૨૪૦ ૩૫૯૩૫

                         શ્રી ભાવેશભાઈ વઢવાણા            મો.૯૮૨૪૩ ૩૦૨૦૩

                         શ્રી સુરેશભાઈ કોટક                  મો.૯૮૨૪૦ ૫૮૫૬૫

ભંડારી                  શ્રી કેશુભાઈ પટેલ                    મો.૯૯૨૫૯ ૪૭૩૫૫

                         શ્રી નિકુંજભાઈ વિઠલભાઈ અકબરી મો.૯૮૯૮૫ ૫૦૭૦૧

ગ્રામ્‍ય પ્રચાર મંત્રી     શ્રી બાબુભાઈ અકબરી               મો.૯૮૨૫૮ ૬૨૯૫૪

                         શ્રી બાલકૃષ્‍ણભાઈ અકબરી          મો.૯૯૦૯૧ ૫૦૧૧૩

પ્રવકતા                શ્રી ભુપતભાઈ છાંટબાર              મો.૯૩૭૬૭ ૩૩૦૩૩

બીનેકી વરઘોડો મંત્રી શ્રી રાજુભાઈ ફીચડીયા               મો.૯૪૨૬૨ ૪૯૧૮૩

શ્રી મદન મોહનજીની હવેલી, લક્ષ્મીવાડી મેઈન રોડ, રાજકોટઃ (૦૨૮૧-૨૨૩૫૦૫૨)

મુખ્‍ય મનોરથી

 શ્રી દિનેશભાઈ રામભાઈ પટેલ (લંડન- આણંદ),

 શ્રી સિધ્‍ધનાથ કોટેક્ષ પ્રા.લી. (ચોટીલા),

 રમણીકભાઈ ચંદુભાઈ ભાલાળા,

 સુરેશભાઈ ગોવિંદભાઈ લુણાગરીયા,

 નિલેશભાઈ ગંગજીભાઈ પટેલ

 

(4:50 pm IST)