Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

મજૂરીના દોઢ લાખ મિસ્ત્રીએ સલવાડી રાખતાં મોરબીમાં રમજાને ઝેર પીધું

પતરા ફિટીંગનું કામ કરતાં યુવાનને રાજકોટ સારવાર માટે ખસેડાયો

રાજકોટ તા. ૧૮: મોરબીમાં ગેસ્ટ હાઉસની પાછળ બુઢા બાબાની લાઇનીમાં રહેતાં રમજાન અનવરભાઇ સિદી (ઉ.વ.૨૮) નામના યુવાને ઝેરી દવા પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

રમજાન બે ભાઇમાં નાનો અને અપરિણિત છે. તે પતરા ફીટીંગની મજુરીનું કામ કરે છે. તેણે જણાવ્યું હતું કે મિસ્ત્રી મારફત મજૂરી કામ રાખ્યા હતાં તે કામ પુરા થઇ જવા છતાં પોતાના લેણા નીકળતાં મજૂરીના રૂપિયા દોઢેક લાખ મિસ્ત્રીએ સલડાવી રાખ્યા હોઇ આ કારણે પોતે આર્થિક મુશિબતમાં આવી જતાં કંટાળી જઇ ઝેર પી લીધું હતું. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(11:24 am IST)