Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રાજકોટમાં રતનપરના લક્કીરાજસિંહ ઝાલાએ સોડા-પાણી લાવવાની ના પાડતાં લાકડી-પાઇપથી હુમલો

સારવાર લેવી પડીઃ મહિપાલસિંહ અને વિક્રમસિંહે માર માર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૧૮: મોરબી રોડ પર આવેલા રતનપરમાં રહેતાં અને ગાડીનું ડ્રાઇવીંગ કરતાં લક્કીરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા (ઉ.વ.૨૩) પર રાતે એકાદ વાગ્યે રાજકોટ જુના માર્કેટ યાર્ડના ગેઇટ પાસે હુમલો થતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વી. એસ. નિનામાએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

લક્કીરાજસિંહે પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાના પર મહિપાલસિંહ અને વિક્રમસિંહે લાકડી-પાઇપથી હુમલો કર્યાનું જણાવ્યું હતું. બી-ડિવીઝન પોલીસે તેની ફરિયાદ પરથી એનસી ગુનો નોંધ્યો હતો. લક્કીરાજસિંહના કહેવા મુજબ પોતે ચાલીને જતો હતો ત્યારે વિક્રમસિંહ અને મહિપાલસિંહ બેઠા હોઇ તેણે પોતાને સોડા, પાણી અને નાસ્તો લઇ આવવાનું કહેતાં પોતાને ઘરે જવું હોઇ લેવા જવાની ના પાડતાં માર મારવામાં આવ્યો હતો.

(12:53 pm IST)