Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

યુવતિ સાથે નાઇટ સેટલમેન્ટ કરાવી આપવા છરી બતાવી તોડ કરવાના ગુનામાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા. ૧૮: કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં દિપભાઇ સંજયભાઇ ગાજીપરાએ વિજયભાઇ બાબુભાઇ ઉર્ફે નાગાજણભાઇ ગરચર તથા અશોક કોળી રહેઃ રાજકોટવાળાઓ તથા અન્યો સામે નાઇટ સેટલમેન્ટ છોકરી સાથે કરાવી આપવા માટે રૂ. ૧૦,૦૦૦/- ની ડીલ કરી ફરીયાદી પાસે પૈસા પડાવવાના ઇરાદે રૂ. ર૬,પ૦૦/- લઇ અને વધુ રકમ રૂ. ૧,પ૩,પ૦૦/- માંગેલ અને ગળા ઉપર છરી બતાવી બાકીની રકમની વ્યવસ્થા કરવા ફરીયાદીના મિત્ર શૈલેષને કાર લઇ મોકલી અને પ્રિપ્લાન કરી મદદગારી કરી અને હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યા અંગેનો ગુન્હો નોંધાવતા ધરપકડ થતા આરોપી વિજયભાઇ તથા અશોક કોળીએ રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારતા જે જામીન અરજી રાજકોટ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે મંજુર કરેલ છે.

આ અંગે રાજકોટ શહેર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના અમલદારોએ બધા આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ-૩૮૬, ૩૪ર, ૩૬પ, પ૦૬(ર), ૧૧૪ અને ૧૩પ તથા ૧ર૦(બી) મુજબનો ગુન્હો નોંધેલ છે. જેથી આ કામના આરોપી વિજયભાઇ તેમજ અશોકભાઇ કોળીએ રાજકોટ શહેર ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ગુજારતા અરજદાર/આરોપી તરફે કરવામાં આવેલ દલીલ તેમજ ફરીયાદ પક્ષની દલીલ સાંભળી રાજકોટના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે બન્ને આરોપીઓને રૂ. ૧પ,૦૦૦/- રૂ. ૧પ,૦૦૦/-ના જામીન ઉપર મુકત કરેલ છે.

આ કામમાં અરજદાર/આરોપીઓ તરફે એડવોકેટ અમિત એસ. ભગત, કિરીટસિંહ જાડેજા, દિવ્યેશ મહેતા, ઇરફાન સમા, રમજાન આગરીયા રોકાયેલ હતા.

(3:21 pm IST)