Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વોર્ડ-૧૬માં કોંગ્રેસની મજબૂત પેનલનો જીતનો વિશ્વાસ

વલ્લભભાઇ પરસાણા, રસીલાબેન ગરૈયા, ગાયત્રીબેન તથા માજી કોર્પોરેટરો સાથે મુસ્લિમ અગ્રણી બાબુભાઇ ઠેબાના સેવા કાર્યોને પ્રતિસાદ આપતા લોકો

વોર્ડ-૧૬ની મહાનરગપાલિકાની ચૂંટણીની કોંગ્રેસના પેનલના ચારેય ઉમેદવારો આજે ''અકિલા'' કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે પધારેલ હતા. જે તસ્વીરમાં પ્રથમ રસીલાબેન ગરૈયા (મો. નં.૮૦૦૦૦ ૦૦૯પ૧) (ર) ગાયત્રીબેન ભટ્ટ (મો.નં. ૯૮૭૯પ રપરપ૬) (૩) બાબુભાઇ ઠેબા (મો. નં. ૯૭ર૩૬ ૪પપર૬) અને વલ્લભભાઇ પરસાણા (મો. નં. ૯૯ર૪ર ર૦ર૦૮) ડાબેથી નજરે પડે છે અને તસ્વીરમાં પાછળ ઉભેલા કોંગી કાર્યકરો શબ્બીરભાઇ પરમાર, હારૂનભાઇ ઠેબા, સુરેશભાઇ ગરૈયા, રસીકભાઇ ભટ્ટ નજરે પડે છે. આ વેળા ઉપસ્થિત રહેલા પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રહીમભાઇ સોરાએ કહ્યું કે અહીં વોર્ડ-૧૬માં કોંગ્રેસની મજબૂત પેનલ મેદાનમાં છે જયારે અમુક વોર્ડમાં પેનલ પસંદગી બાબતે સમસ્યા સર્જાય છે તેવી સમસ્યા અહીં સર્જાતી નથી અને પ્રજાકીય -સેવાભાવી ઉમેદવારોને જ કોંગ્રેસ પક્ષએ મુકતા તેઓને સારો એવો આવકાર મળી રહ્યો છે જેના સાક્ષી રૂપ ગત રાતના જ ઝમઝમ ચોકમાં યોજાયેલી જાહેર સભામાંૈ જંગી મેદનીએ હાજરી આપી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૮ :  મહાનગર પાલિકાની ચુંટણીને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે વોર્ડ -૧૬માં કોંગ્રેસની પેનલને ભારે સમર્થન ઠેર-ઠેરથી મળી રહેતા આ પેનલ જીતના સંપૂર્ણ વિશ્વાસ સાથે મજબૂત બની ગઇ છે. જેના લીધે કોંગીજનોમાં જાણે ઉત્સાહ ફેલાઇ ગયો છે.

કોંગ્રેસએ આ વખતે પણ વોર્ડ-૧૬માં ગત પેનલને જ ઉમેદવારી સોંપી છે જેમાંના વલ્લભભાઇ પરસાણા અને રસીલાબેન ગરૈયાના સેવા કાર્યો આ વોર્ડમાં બોલી રહ્યા હોય તેમની આ બીજી ટર્મ બની રહેશે. જો કે ગેરૈયા દંપતિ આ વોર્ડ-૧૬માં ૧૦૮ ની જેમ લોકપ્રિય છે.

આ મુલાકાત વેળા ખુદ રસીલાબેન ગરૈયાએ કહ્યું કે અમો જયાં જયાં ફર્યા ત્યાં લોકોએ ગત ટર્મની સેવાનો સંતોષપામી તમો મતોની ચિંતા ના કરો અમો બેઠા છીએ તેવું જણાવી જબરો પ્રતિસાદ આપ્યો હતો.

બીજી તરફ ગાયત્રીબેન ભટ્ટ જેઓ બાજુના વોર્ડ-૧૭માં કોર્પોરેટર રહી ચુકયા છે તેઓને આ વખતે તેમના સેવા કાર્યોનો લાભ આ વોર્ડને પણ મળી રહે તે હેતુસર વોર્ડ-૧૬માં ઉમેદવાર બનાવાયા છે.

આ ઉપરાંત વોર્ડ -૧૬ના ગત ટર્મના કોંગીના મુસ્લિમ કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરા કોરોના વોરિયર્સ તરીકે જીંદગી ગુમાવ્યા બાદ તેઓની જગ્યાએ આ વખતે વર્ષોથી કોંગ્રેસમાં હમેશા આગળ પડતા રહી સાથે રહેલા અને મુસ્લિમ સમાજના અનુભવી, પીઢ અગ્રણી બાબુભાઇ ઠેબાના નામે જાણીતા ઇશાકભાઇ ઠેબાને ઉમેદવાર બનાવાતા મુસ્લિમ સમાજમાં પણ તેઓની જીત માટે ઉત્સાહ વર્તાઇ રહ્યો છે.

આ તકે કોંગી પેનલે એક વાત સ્પષ્ટ કરી હતી કે આ ચારેય કોંગી ઉમેદવાર કોઇ ધનિક નથી મધ્યમ અને ગરીબ વર્ગના છે અને તેઓએ આ પરિસ્થિતિ નજીકથી જોઇ હોય હંમેશા પ્રજાની સાથે જ રહેતા આવ્યા હોઇ આ વખતે પણ પોતાના પ્રજાની વચ્ચે રહીને કરેલા સેવા કાર્યો થકી કોંગી પેનલ વિજેતા થશે તેવો દેઢ વિશ્વાસ વ્યસ્ત કર્યો હતો.

વલ્લભભાઇ પરસાણા

વલ્લભભાઇ માવજીભાઇ પરસાણા ઉ.વ.પ૧ દેવપરા સોસાયટી ખાતે જન્મથી જ રહેઠાણ ધરાવે છે. અને લેઉવા પટેલ સમાજમાં અગ્રણી સ્થાન ધરાવે છે. તેઓ ગઇ ર૦૧પ વોર્ડ નં. ૧૬માંથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે રેકોર્ડ બહુમતીથી વિજય મેળવેલ અને સતત પાંચ વર્ષ વોર્ડ નં. ૧૬ના તમામ વિસ્તારમાં લાઇટ, પાણી, રસ્તા, સફાઇની કામગીરીમાં તન-મન થી સમય આપી પ્રજા કાર્ય કરેલ. છે.

વલ્લભભાઇ પરસાણા દેવપરા નવદુર્ગા ગરબી મંડળ, પાર્થ યુવા ગ્રૃપ તથા ખોડલધામ મહિલા નવરાત્રી રાસોત્સવમાં હોદો ધરાવે છે. સમગ્ર રાજકોટમાં તમામ જ્ઞાતિ સમાજમાં મિત્ર સમુદાય ધરાવે છે અને નાત-જાત, સમાજના ભેદભાવ વગર સમાજ સેવા કરતા મુદુભાષી વિનમ્ર સ્વભાવ ધરાવતા વ્યકિત છે.

બાબુભાઇ ઠેબા

રાજકોટ શહેર મુસ્લીમ સમાજમાં આગવું સ્થાન ધરાવતા જંગલેશ્વર વિસ્તારની અંદર આવેલ ધાર્મિક સંસ્થા સાથે જોડાઇ ઉપરાંત કોંગ્રેસ પાર્ટીમાં છેલ્લા ૪૦ વર્ષથી વધારે સમયથી વફાદારીથી કામ કરતા અને પોતાના વિસ્તારમાં સારી કામગીરી કરતા હર હંમેશા તમામ સમાજના પ્રશ્નોમાં સમાજને મદદરૂપ થવાની નિષ્ઠા અને રાજકારણનો અનુભવ ધરાવતા હિંદુ-મુસ્લીમ સમાજને સાથે રાખીને કાર્ય કરવામાં રૂચી રાખનાર બાબુભાઇ ઠેબા સતત દોડધામ કરનાર વ્યકિત છે.

રસીલાબેન ગરૈયા

રસીલાબેન સુરેશભાઇ ગરૈયા (ઉ.વ.૩૮) આહીર સમાજમાં મહિલા અગ્રણી તરીકે સ્થાન ધરાવે છે. મારૂતીનગર ક્રિષ્ના ચોક, હુડકો કવા. પાછળ, રપ વર્ષથી રહેઠાણ ધરાવે છે. તેઓ ગઇ ર૦૧પ વોર્ડ નં. ૧૬માંથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે જંગી બહુમતીથી વિજેતા થયેલ અને સતત પાંચ વર્ષ આ વોર્ડના લાઇટ, પાણી, સફાઇ રસ્તા કામો કરાવેલ છે.

તેમના પતિ સુરેશભાઇ ગરૈયા આ વિસ્તારમાં ૧૦૮ના નામે ચાહના ધરાવતા બહોળો મિત્ર વર્ગ ધરાવતા તમામ સમાજના તમામ પ્રકારના કામો કરતા  વ્યકિતત્વ ધરાવતા અને ચામુંડા ગરબી મંડળ, ક્રિષ્ના મિત્ર મંડળના પ્રમુખ તરીકે સ્થાન ધરાવતા સામાજીક આગેવાન છે. અને દિવસ રાત બન્ને પતિ-પત્નિ લોકસેવા અને સામાજીક કાર્યો કરતા માણસો છે. શિયાળામાં સતત દશ વર્ષથી ઉકાળા કેન્દ્ર દ્વારા મફત વિતરણ કરે છે.

ગાયત્રી બેન ભટ્ટ

વોર્ડ નં. ૧૬ના મહિલા ઉમેદવાર ગાયત્રીબેન રસીકલાલ ભટ્ટ, મીનાક્ષી સોસાટી સુભાષનગર, નંદાહોલની પાસે રહેણાંક ધરાવે છે અને બ્રહ્મ સમાજ મહિલા અગ્રણી તરીકે સ્થાન ધરાવે છે. અને વર્ષ ર૦૧પ થી ર૦ર૦ સુધી વોર્ડ નં. ૧૭માં કોંગ્રગ્રેસ પાર્ટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયને લોકસેવા કરી ચાહના મેળવેલ છે. જેની લોકસેવાને ધ્યાનમાં લઇ કોંગ્રેસ પાર્ટીએ હાલ તેમને વોર્ડ નં. ૧૬માં ઉમેદવાર બનાવી લોકસેવાની વધુ તક આપેલ છે. બ્રહ્મસંગમ સંસ્થા રાજકોટ સાથે  ત્થા વોર્ડ નં. ૧૬ બ્રહ્મસમાજના તમામ અગ્રણી સાથે જોડાયેલ છે. પ્રજાના કામ માટે સતત કાર્યરત છે. અને વોર્ડ નં. ૧૬ના તમામ કાર્ય માટે સતત મહેનત કરનાર વ્યકિત છે. તેમજ તેમના પતિ રસીકલાલ ભટ્ટ કે જેઓ કોંગ્રેસ પક્ષમાં સેવા આપી  સમાજ સેવા માટે સતત દોડતા રહે છે.

(3:23 pm IST)