Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા ૧,૦૮૦૦૦ સુંદરકાંડના પાઠનું ધર્મમય આયોજન

ધર્મપ્રેમીજનોએ ઘરેજ પાઠ કરી વોટસએપ દ્વારા જાણ કરવા અપીલ

રાજકોટ તા.૧૮ : પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્ટ) દ્વારા લોકોના સુખાકારી માટે અને તેમને આધિ વ્યાધી, ભય, ચિંતા વિગેરેમાંથી મુકિત મળે અને સૌનું કલ્યાણ થાય એ નિમિતે ૧૭ ફેબ્રુઆરીથી ર૭ એપ્રિલ હનુમાન જયંતી સુધી સુંદરકાંડના ૧૦૮૦૦૦ (એક લાખ આઠ હજાર) પાઠોનું સુંદર આયોજન કરવામાં આવેલ છે.

આ સુંદરકાંડ પાઠ સૌ ધર્મપ્રેમી ભાઇ-બહેનો પરિવારમાં શ્રી સુંદરકાંડનો એક પાઠ અવશ્ય કરવા તથા જો પરિવારના બધા સભ્યો શ્રી સુંદરકાંડના પાઠ કરે તો નિશ્ચિત કલ્યાણ થાય છે, કેમ કે પ.પૂ. શ્રી સદ્દગુરૂદેવ ભગવાનશ્રી રણછોડદાસજી -બાપુશ્રીએ પોતાના વચનોમાં કહ્યું કે છે, શ્રી સુંદરકાંડ કે પાઠ સે હમારી સારી આપત્તિયોસે હમે મુકિત મિલતી હે, 'ઔર પરિવાર મે કષ્ટ, ભય, ચિંતા આધિ,વ્યાધિ કો દુર કરનેમેં' સુંદરકાડ સમર્થ હૈ.ઔર ઇસલીયે ઇસસે સબ જગહ સુંદર હી સુંદર હો જાતા હૈ, આપે કરેલા સુંદરકાડનાં પાઠ વોટસએપ પં.૯પ૮૬૩ ૦૮૧૭૮ ઉપર જાણ કરીને નોંધાવી દેવા સદ્દગુરૂ સદન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)