Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

આજના યુવાનો આવતીકાલના ભારતનું ભવિષ્યઃ ભંડેરી- ભારદ્વાજ

વોર્ડ નં.૧માં ભાજપનું સંમેલન

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં.૧માં યુવા ભાજપના સંમેલનમાં ભાજપના ઉમેદવાર ભાનુબહેન બાબરીયા, હીરેન ખીમાણીયા, દુર્ગાબા જાડેજા, ડો.અલ્પેશ મોરઝરીયાના સમર્થનમાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખ પરેશ સખીયા, નાગજીભાઈ વરૂની ઉપસ્થિતિમાં મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, આજના યુવાનો આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે. રાજકોટ મહાપાલિકાના ભાજપના શાસન દરમિયાન અનેક પ્રકારના વિકાસના કાર્યો થયા છે.

લોકશાહીને મજબૂત કરવા યુવાનોને આગળ આવવા અને ભાજપના ઉમેદવારો તરફી મતદાન કરી જંગી બહુમતીથી વિજેતા બનાવવા અપીલ કરી હતી. પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે યુવા ભાજપના વોર્ડ નં.૧ના કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, યુવાનોએ સમાજને નવો રાહ ચીંધ્યો છે. લોકશાહીમાં યુવાનોનું મહત્વ વધારે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના શાસનમાં રાજકોટ મેગા સીટી તરફ આગળ વધી રહ્યું છે. તેમ અંતમાં નીતીન ભારદ્વાજે ઉમેર્યુ હતું.

આ તબકકે દ્વારકા આહીર સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ હેરભા, તેમજ રાજકોટ આહીર સમાજના અગ્રણી લાભુભાઈ ખીમાણીયા તથા યુવા ભાજપના શહેર મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, વોર્ડ પ્રમુખ હિતેષ મારૂ, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, યુવા ભાજપના વોર્ડ નં.૧માં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન યશપાલસિંહ ચુડાસમાએ કર્યુ હતું. ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ જણાવ્યું બહેનોના વિકાસ અર્થે સરકાર દ્વારા વિધવા પેન્શન, આરોગ્યલક્ષી વિવિધ સેવાઓ સરકાર દ્વારા શરૂ કરવામાં આવય છે. વોર્ડના પ્રભારી દિલીપ પટેલ, પ્રમુખ હીતેશ મારૂ, મહામંત્રી જયરાજસિંહ જાડેજા, કાન્તીભાઈ ખાણધર ચુંટણી ઈન્ચાર્જ જેરામભાઈ વાડોલીયા આ સભામાં હાજર રહ્યા હતા. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

(3:58 pm IST)