Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

બળાત્કારના ગુનામાં બે વર્ષથી ફરાર ભાવેશ ઉર્ફ ભલાને ક્રાઇમ બ્રાંચે પકડયો

પીએસઆઇ ધાખડા અને ટીમે દમણના શખ્સને દબોચ્યો

રાજકોટ, તા. ૧૮ :  શહેરના ગેસ્ટ હાઉસમાં મોરબી પંથકની મહિલા સાથે બળાત્કાર ગુજારવાના ગુનામાં બે વર્ષથી ફરાર દમણના શખ્સને ક્રાઇમ બ્રાંચની ટીમે નવાગામ પાસેથી ઝડપી લીધો હતો.  મળતી વિગત મુજબ શહેરમાં અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ. પી.એમ. ધાખડા, હેડ કોન્સ મયુરભાઇ પટેલ, અમીતભાઇ, વિરેન્દ્રસિંહ, નગીનભાઇ, કુલદીપસિંહ સંજયભાઇ, પ્રદિપસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત તથા કુલદીપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નવાગામ પાસેથી ભાવેશ ઉર્ફે ભલા અમરાભાઇ ચારણ (ઉ.વ.૩૮) (રહે. હાલ દમણ કચ્છીગામ મુળ કંડાચપુર તા. ગોધરા તથા હસનવાડી શેરી નં.ર રાજકોટ ને પકડી લીધો હતો. પકડાયેલો શખ્સ મોરબી પંથકની મહિલા સાથે રાજકોટ ગેસ્ટ હાઉસમાં બળાત્કાર ગુજારવાના ગુનામાં બેવર્ષ થી ફરાર હતો. ક્રાઇમ બ્રાંચની ટીમે દમણના શખ્સને પકડી મહિલા પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો હતો.

(3:59 pm IST)