Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

સ્‍વાભિમાન યુધ્‍ધ માટે રાજકોટ જીલ્લાને ખુંદતા પરેશ ધાનાણી

વિંછીયા, જસદણ, સરધાર, રામોદ, લોધીકામાં કોંગ્રેસ - આપના કાર્યકરો સાથે સામુહિક સંવાદ

રાજકોટ તા. ૧૮ : રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણીએ ચૂંટણી પ્રચાર વેગવંતો કર્યો છે. આજે પરેશભાઇ ધાનાણી ‘સ્‍વાભિમાન યુધ્‍ધ' માટે રાજકોટ જીલ્લાને ખુંદી રહ્યા છે.

આજે સવારે રાજકોટ જીલ્લાના જસદણ - વિંછીયાના પ્રવાસે પરેશભાઇ ધાનાણી નીકળ્‍યા છે.

સવારે જસદણના ગઢડીયા ખાતે આકાશી મેલડી મંદિરે દર્શન કર્યા બાદ શ્રી ઘેલા સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા.

ત્‍યારબાદ વિંછીયા અને જસદણ, સરધાર, રામોદ, લોધીકા ખાતે કોંગ્રેસ અને ‘આપ'ના કાર્યકરો સાથે ઇન્‍ડિયા ગઠબંધન કાર્યકર સામુહિક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.

(1:54 pm IST)