Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

રાજકોટના ઉપલેટા-વિંછીયા રૂડાની સોસાયટીઓ મેટોડા-પારડી-કાંગશીયાળીમાં લોકોમાં પીવાના પાણીનો પોકાર : ટેન્‍કરો ધડાધડ દોડાવાય છે.. જરૂર પડયે સિંચાઇ માટે અપાતુ પાણી બંધ કરાશે

રાજકોટ જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષીએ પત્રકારોને જણાવ્‍યું હતું કે ગામડાઓમાં પ્રજાનો પાણીનો પોકાર છે. જયાં જરૂર પડે ત્‍યાં પાણી પુરવઠા બોર્ડ ટેન્‍કરો દોડાવી રહ્યું છેઃ ટેન્‍કરો મંજુર કરવાની સતા દરેક પ્રાંતને આપી છે : તેમણે ઉમેર્યુ હતું કે ઉપલેટા-વિંછીયા તથા રૂડાની સોસાયટીઓ-મેટોડા-પારડી-કાંગશીયાળીમાં લોકોમાં પીવાના પાણીનો પોકાર હોય ત્‍યાં ટેન્‍કરો મોકલાઇ રહ્યા છેઃ સિંચાઇ માટે અપાતુ પાણી બંધ કરવા અંગે કલેકટરે જણાવેલ કે હાલ એવી સ્‍થિતિ નથી પરંતુ જરૂર પડયે સિંચાઇ માટે અપાતુ પાણી બંધ કરવા નિર્ણય લેવાશે

 

(3:53 pm IST)