Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ધાર્મિક સ્‍થાનોને ચીમનભાઇ શુકલ ટ્રસ્‍ટ દ્વારા બાંધકામ દાન

ટ્રસ્‍ટની માલીકી જગ્‍યામાં ૧ હજાર થી ૧૦ હજાર સ્‍કેવર ફીટ સુધીનું બાંધકામ વિનામુલ્‍યે કરી અપાશેઃ ચીમનભાઇ શુકલની ૨૧ એપ્રિલે પુણ્‍યતિથિ નિમિતે જાહેરાતઃ આ સહાય માટે કશ્‍યપ શુકલ તથા નેહલ શુકલનો સંપર્ક કરવો

 

રાજકોટ તા.૧૮: ચીમનભાઈ શુકલ લોક કલ્‍યાણ ટ્રસ્‍ટ દ્વારા ચીમનકાકાની ૨૧ એપ્રિલ પુણ્‍યતિથિ નિમિતે મહત્‍વની આગામી એક વર્ષ સુધીમાં ધાર્મિક સ્‍થળોને સેવા કાર્ય માટે ૧૦૦૦ થી લઈ અને ૧૦૦૦૦ સ્‍ક્‍વેર ફીટ સુધીનું બાંધકામ ફ્રી કરી આપવાની જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી નેહલભાઇ તથા કશ્‍યપભાઇ શુકલની યાદીમાં જણાવ્‍યા મુજબ ગુજરાતના પૂર્વ સાંસદ અને પ્રખર રાષ્‍ટ્રભક્‍ત શ્રી ચીમનભાઈ શુક્‍લની પુણ્‍યતિથિ ૨૧ એપ્રિલના રોજ છે.તેમની સ્‍મળતિ અર્થે લોક કલ્‍યાણ ના ભાવથી ચલાવવામાં આવતું ટ્રસ્‍ટ કે જેમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્‍પો ચલાવવામાં આવે છે. હાલમાં ટ્રસ્‍ટ દ્વારા દર વર્ષે દિવાળીના તહેવાર પર આંગણવાડીના બાળકોને મીઠાઈ ફટાકડા, હોળી પર કલર અને પિચકારી, મકરસંક્રાંતિ પર ફીરકી અને દોરો અને જરૂરિયાત મુજબ પુસ્‍તકો અને દફતર વિતરણ કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષથી ૅસ્‍વચ્‍છ ઘર - સ્‍વસ્‍થ પરિવાર પ્રોજેકેટ''ૅ અંતર્ગત લોકોમાં ગંદકીની સમસ્‍યા ખૂબ હોય છે તે દૂર કરવાના હેતુથી આ પ્રોજેકટ અંતર્ગત ત્‍યાંના રહેવાસીઓને દર મહિને મોટી પ્‍લાસ્‍ટિક ડોલ અને કોર્પોરેશન ના નિયમ મુજબની જાડી પ્‍લાસ્‍ટિકની બેગ તેમના કચરાના એકત્રીકરણ માટે નિશુલ્‍ક વિતરિત કરવામાં આવે છે.  કચરાની બેગો નું એકત્રીકરણ માટે પણ ટ્રસ્‍ટ પોતાના પગારથી માણસો રાખી અને ઘરે ઘરેથી આ કચરો એકત્રિત કરી કોર્પોરેશનની નિયત જગાએ ટીપરવાનમાં પહોંચાડે છે.

અંતમાં નેહલભાઇ અને કશ્‍યપભાઇએ જણાવ્‍યું હતું કે, આ વર્ષે ટ્રસ્‍ટની મિટિંગમાં એવું ઠરાવવામાં આવ્‍યું છે કે જે ધાર્મિક સ્‍થળો પાસે પોતાની જગ્‍યા છે પરંતુ આર્થિક અછતને લીધે તેઓ ત્‍યાં બાંધકામ કરી પોતાની સેવાકીય પ્રવળત્તિ વધારે ફેલાવવા માંગે છે અને બાંધકામ નથી કરી શકતા તેવા ટ્રસ્‍ટને તેઓની અરજીના આધારે યોગ્‍યતા ચકાસીને ૧૦૦૦ સ્‍ક્‍વેર ફીટથી લઈ ૧૦૦૦૦ સ્‍ક્‍વેર ફીટનું બાંધકામ સંપૂર્ણ નિઃશુલ્‍ક તેઓની ઇચ્‍છા મુજબ કરી આપવામાં આવશે.

આ માટેની સહાય તેઓ શ્રી ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. નેહલ શુક્‍લ ના (મો.નં.૭૯૯૦૧ ૬૦૭૦૦) ઉપર પર ફોન, WHATSAPP મેસેજ કરી ને અથવા ઇ મેઇલ nehal_shukla@yahoo.com કે શ્રી કશ્‍યપભાઈ શુક્‍લ (૯૯૨૪૩૦૦૯૯૯) ને કરી નિયમ અનુસાર સહાય પ્રાપ્ત કરી શકશે. તેમ સંસ્‍થાની યાદિમાં જણાવાયું છે

(4:03 pm IST)