Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ભગવતિપરા સૈફી પાર્કમાં કાચના વેપારી યુસુફભાઇ સોમેસરવાળાના મકાનમાં રૂા. ૩.૧૪ લાખની ચોરી

વેપારી પરિવાર સાથે રાજસ્‍થાન ઉદયપુર ગયોને તસ્‍કરો રોકડ તથા દાગીના ઉઠાવી ગયાઃ બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ,તા. ૧૮: ભગવતી પરા મેઇન રોડ પર આવેલા સૈફી પાર્કમાં રહેતા કાચના વેપારીના મકાનને નિશાન બનાવી તસ્‍કરો રોકડ તથા દાગીના મળી રૂા. ૩,૧૪,૭૦૦ની માલમતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ભગવતીપરા મેઇન રોડ ગોલ્‍ડન મોર્ડ સ્‍કુલની પાછળ સૈફી પાર્કમાં રહેતા યુસુફભાઇ કુતબુદ્દીનભાઇ સોમે સરવાળા (ઉ.વ.૨૯) એ બી-ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. યુસુફભાઇએ ફરિયાદમાં જણાવ્‍યુ છે કે પોતે સાધુ વાસવાણી રોડ પર જોહર ગ્‍લાસ નામની દુકાન ધરાવે છે. જેમાં પોતે કામ ફીટીંગનું કામ કરે છે. તા. ૧૨ના રોજ પોતે પિતા-માતા, પત્‍ની અને એક પુત્રી સાથે મકાનને તાળુમારી રાજસ્‍થાનના ઉદયપુરમાં રહેતા બહેનના ઘરે પ્રસંગમાં ગયા હતા. આજે સવારે પરિવાર સાથે પરત આવ્‍યા ત્‍યારે ઘરની ડેલીનો નકુચો તુટેલો જોવા મળતા પોતે તુરત જ ઘરમાં પ્રવેશ કરતા મેઇન દરવાજાના તાળાનો નકુચો તુટેલો હતો. પોતે ઘરમાં તપાસ કરતા નીચે સામાન વેરવિખેર હતો. અને રૂમમાં રાખેલ કબાટમાં જોતા તેમાં રાખેલા હિસાબના રૂા. ૨.૨૧ લાખ તથા સોના ચાંદીના દાગીના જોવા ન મળતા કુલ રૂા. ૩,૪૧,૭૦૦ની માલમતા કોઇ અજાણ્‍યા શખ્‍સો ચોરી ગયાની ખબર પડી હતી. બાદ પોતે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા બી ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ એ.વી.બકુત્રા સહિતે સ્‍થળ પર પહોંચી યુસુફભાઇની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:43 pm IST)