Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

મેટોડામાં પાર્થ પેલેસ એપાર્ટમેન્‍ટના પૂર્વ પ્રમુખ હરેશભાઇ સુરાણી પર હુમલો

પોતાને ફલેટ છોડી ભાગી જવા દબાણ કરાતું હોવાનો આક્ષેપઃ મીટીંગમાં ડખ્‍ખો કરી કોૈશિક, લાલા, મોહને ઢીકાપાટા-કડા-સાયકલથી માર માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૮: મેટોડા જીઆઇડીસી અંજલી પાર્ક પાર્થ પેલેસ એપાર્ટમેન્‍ટમાં પહેલા માળે રહેતાં અને મેટોડામાં વાળંદ કામની દૂકાન ધરાવતાં હરેશભાઇ જેન્‍તીભાઇ સુરાણી (ઉ.૪૩) પર રાતે ફલેટ ધારકોની મિટીંગમાં અન્‍ય રહેવાસીઓ કોૈશિકભાઇ પટેલ, લાલાભાઇ લુહાર, મોહનભાઇ સહિતે હુમલો કરી કડાથી અને સાયકલથી માર મારતાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ લોધીકા પોલીસને જાણ કરી હતી.

હરેશભાઇએ જણાવ્‍યું હતું કે હું અગાઉ પાર્થ પેલેસ એપાર્ટમેન્‍ટનો પ્રમુખ હતો. પરંતુ પહેલેથી જ બીજા રહેવાસીઓ કોૈશિકભાઇ, લાલાભાઇ સહિતનાને આ ગમતું ન હોઇ મને કોઇને કોઇ રીતે હેરાન કરતાં હતાં. મારા ચપ્‍પલ બહાર રાખ્‍યા હોય તો ફેંકી દેવામાં આવતાં, વાહનમાંથી હવા કાઢી નાખવામાં આવતી. કંટાળીને મેં પ્રમુખપદેથી રાજીનામુ આપી દીધુ હતું. ફલેટ છોડીને હું જતો રહુ એવી રીતે આડકતરો ત્રાસ શરૂ થયો હતો. ગત રાતે રહેવાસીઓની મિટીંગ હતી ત્‍યારે ઓચીંતો  કોૈશિકભાઇ, લાલાભાઇ સહિતે હુમલો કરી કડાથી માર મારી તેમજ સાયકલ ઉપાડી માથે ફેંકી હતી.

(12:07 pm IST)