Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજકોટ : કલેકટર કચેરીના લેડી કર્મચારી ગોપીબેન પટેલને કોરોના વળગ્યો: તેમની સાથે ના 7 કર્મચારી કોરોનટાઇન: અધિકારીઓમાં ફફડાટ :ગોપીબેન પટેલ સાથે ટિફિનમાં 4 લેડી કર્મચારીઓ પણ જમતા હતા:દેકારો બોલી ગયો

રાજકોટ : કલેકટર કચેરીના લેડી કર્મચારી ગોપીબેન પટેલને કોરોના વળગ્યો છે  તેમની સાથે ના 7 કર્મચારી કોરોનટાઇન થયા છે ગોપીબેનને કોરોના થતા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે ગોપીબેન પટેલ સાથે ટિફિનમાં 4 લેડી કર્મચારીઓ પણ જમતા હતા કચેરીમાં દેકારો બોલી ગયો છે.

રાજકોટ કલેકટર કચેરીના નાયબ મામલતદાર દોશી સહિત 7 ને કોરોન્ટાઇન કરવા કલેકટરના આદેશો થયા છે નીચેની રજીસ્ટ્રી બ્રાન્ચ સહિત આખી કલેકટર. કચેરી સેનેટાઇઝ કરવા કાર્યવાહી કરાઈ છે, કોરોના જેમનો થયો તે ગોપીબેન સાથે પુરવઠા મહેકમ બ્રાન્ચની લેડી કર્મચારીઓ સાથે જમતા હોવાનું બહાર આવતા ભારે ફફડાટ સાથે ચર્ચાનો દોર જામ્યોછે 

(9:31 am IST)