Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ખોડીયારનગરમાં શાંતુ ખાચરના મકાનમાં દરોડોઃ જુગાર રમતા સાત પકડાયા

થોરાળા પોલીસનો દરોડોઃ મકાન માલીક શાંતુ ખાચર, દેવેન્દ્રસિંહ, પુના આહીર, રવુ ધાધલ, વિરા કોઠીવાળા, રમેશ રોજાસરા, અને શામજી કોળીની ધરપકડ

રાજકોટ તા. ૧૮ :.. આજી વસાહત પાસે આવેલ ખોડીયાર પરામાં થોરાળા પોલીસે બાતમીના આધારે કાઠી શખ્સના મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા સાત  શખ્સોને પકડી લીધા હતાં.

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીસીપી પ્રવિણકુમાર મીણાની સુચનાથી થોરળા પોલીસ મથકના પીઆઇ જી. એમ. હડીયા, પીએસઆઇ પી. ડી. જાદવ, હેડ કોન્સ. ભુપતભાઇ, આનંદભાઇ, નરસંગભાઇ, કનુભાઇ, વિજયભાઇ, જયદીપભાઇ, યુવરાજસિંહ, સહદેવસિંહ તથા રમેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં. ત્યારે કોન્સ. સહદેવસિંહ, યુવરાજસિંહ અને વિજયભાઇને મળેલી બાતમીના આધારે ખોડીયાનગર શેરી નં. ૩૩/ર૭ માં રહેતા શાંતુ મનુભાઇ ખાચર (ઉ.૪૦) ના મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા મકાન માલીક શાંતુ ખાચર તથા ખોડીયારનગર શેરીને ર૮ ના દેવેન્દ્રસિંહ સુખદેવસિંહ ઝાલા (ઉ.૩૧), શીવમનગર મફતીયાપરાના પુના દાનાભાઇ બાલસરા (ઉ.પ૩), જડેશ્વર વેલનાથ શેરી નં. ૧ ના રવુ પોલાભાઇ ધાધલ (ઉ.૩૮), શીવધારા શેરી નં. ર ના વિરા કાળુભાઇ કોઠીવાળા (ઉ.૪૦), જડેશ્વર વેલનાથ શેરી નં. ર ના રમેશ તળશીભાઇ રોજાસરા (ઉ.૪૦) અને વેલનાથ શેરી નં. ર ના શામજી બોઘાભાઇ વાઘોળ (ઉ.૪પ) ને પકડી લઇ રૂ. ૩૭,૩૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:42 pm IST)