Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

ઔદ્યોગિક કાયદામાં કરાયેલ સુધારા સામે મઝદુર સંઘનો ઉગ્ર વિરોધ : ૨૪ મીથી આંદોલનાત્મક કાર્યક્રમો

રાજકોટ તા. ૧૮ : ભારતીય મઝદુર સંઘના પ્રદેશ અધ્યક્ષ વાલજીભાઇ ચાવડા અને પ્રદેશ મહામંત્રી અરવિંદભાઇ પરમારે સંયુકત યાદીમાં જણાવેલ છે કે ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ ગાંધીનગર દ્વારા ઔદ્યોગીક વિવાદ ધારા ૧૯૪૭ માં સુધારો કરી તા. ૩-૭-૨૦૨૦ ના જે ઓર્ડીનન્સ બહાર પાડવામાં આવેલ છે. તેમાં છટણી અને કલોઝર માટે અત્યાર સુધી ૧૦૦ કામદારોની સંખ્યા હતી તે વધારીને ૩૦૦ કરવામાં આવી છે. જે ખરેખર અન્યાયરૂપ છે. માલીકોને મદદરૂપ અને મઝદુરોને અન્યાયરૂપ છે.

આ બાબતે યોગ્ય ફેરવિચારણા ન થાય તો તમામ મહાસંઘો મારફત તા. ૨૪ જુલાઇથી ૩૦ જુલાઇ સુધી તમામ જિલ્લા મથકો, તાલુકા મથકો, શ્રમ કાયદાના સુધારાનો વિરોધ નોંધાવી આંદોલનાત્મક કાર્યક્રમો આપશે. આ ઓર્ડીનન્સ પાછો ખેંચી લેવા માંગણી ઉઠાવાશે. તેમ શ્રી ચાવડા અને શ્રી પરમારે જણાવેલ છે.

(3:46 pm IST)