Gujarati News

Gujarati News

News of Saturday, 18th July 2020

રાજકોટની ખાનગી શાળાઓમાંથી ૧૦ હજાર છાત્રોએ ‘મોં' ફેરવી સરકારી શાળામાં પ્રવેશ લીધો

સરકારી ગ્રાન્‍ટેડ શાળામાં લાયકાતવાળા શિક્ષકો, હોમ લર્નીંગ ફી, શિષ્‍યવૃતિ અનેક સરકારી યોજનાના લાભો મળે છે : ખાનગી શાળા સંચાલકોને આકરા વલણ સામે વાલીઓએ અપનાવ્‍યો નવો રાહ

રાજકોટ તા. ૧૮ : કોવિડ-૧૯ના કહેર અને લોકડાઉનની સ્‍થિતિમાં અનેક લોકો આર્થિક સંકડામણ અનુભવે છે. તમામ ક્ષેત્રોમાં આર્થિક દ્રષ્‍ટિએ ઓછો-વત્તો ફટકો પડયો છે. શિક્ષણમાં હજુ શાળા - કોલેજો ચાલુ જ નથી થઇ અને ક્‍યારે ચાલુ થશે તે પણ અનિヘતિ છે. આ સંજોગોમાં રાજકોટમાં ખાનગી શાળાઓએ ફીની ઉઘરાણી કરતા ઘેરા પ્રત્‍યાઘાત પડયા છે.

રાજકોટ શહેર - જિલ્લામાં રાજકોટ શહેર, ઉપલેટા, ધોરાજી, જેતપુર, ગોંડલ, મહર્ષિ વશિષ્‍ઠ શાળા વિકાસ સંકુલ, વિશ્વામિત્ર શાળા સંકુલ, સાંદિપની વિકાસ સંકુલ, જમદગ્નિ શાળા વિકાસ સંકુલના મળી કુલ ૧૦,૧૨૧ વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકાર અને ગ્રાન્‍ટેડ શાળામાં પ્રવેશ મેળવ્‍યો છે.

ખાનગી શાળાઓમાં ફીની સતત ઉઘરાણી અને ફીમાં પણ તોતિંગ વધારો થતાં સંખ્‍યાબંધ વાલીઓ હજુ શાળામાં ફી ભરી નથી અને શાળા સંચાલકો પણ ફી માટે કહેણ મોકલતા વાલીઓની હાલત દયનીય બની છે. ત્‍યારે શાળાનો નિભાવ, શિક્ષકો અને વહિવટી કર્મચારીઓનો પગાર પણ ચુકવવાનો પ્રશ્ન શાળા સંચાલકોને સતાવી રહ્યો છે.

સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થી અને વાલીઓની પસંદગી ઉતરી છે કારણ કે તમામ શિક્ષકો લાયકાતવાળા હોય છે. ગણવેશ, શિષ્‍યવૃતિ, હોમ લર્નિંગ ફી સહિત અનેક સુવિધા મળે છે. જે પણ હાલના સંજોગોમાં પ્રવેશ માટેનું આકર્ષણ બની છે.

(4:07 pm IST)