Gujarati News

Gujarati News

News of Sunday, 18th July 2021

દારૂ-વાહન ચોરીઓમાં સામેલ ચંદુ, ધવલ અને હિતેષને પાસામાં ધકેલાયા

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વોરન્ટ ઇશ્યુ કરતાં ભુજ-અમદાવાદ જેલહવાલે કરાયાઃ ક્રાઇમ બ્રાંચ-ભકિતનગર પોલીસે વોરન્ટ ઇશ્યુ કર્યા

રાજકોટ તા. ૧૭: દારૂ અને વાહનચોરીના ગુનાઓમાં સામેલ ત્રણ શખ્સોને પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલી દીધા છે. જોગાનુજોગ આજે જ પોલીસ કમિશનર તરીકે રાજકોટમાં શ્રી અગ્રવાલે ત્રણ વર્ષ પુરા કર્યા છે.

જેમાં સંત કબીર રોડ આર્યનગર-૬માં રહેતાં ચંદુ લક્ષમણભાઇ ટોપીયા (ઉ.૪૮), આર્યનગર ખોડિયાર ડેરી સામે રહેતાં ધવલ ઉર્ફ ધવલો મનસુખભાઇ સોજીત્રા (ઉ.૩૧) તથા મોરબી રોડ જકાત નાકા પાસે જય જવાન જય કિસાનમાં રહેતાં હિતેષ ઉર્ફ બાડો ચમનભાઇ કારેણા (ઉ.૩૩)ના પાસાના વોરન્ટ ઇશ્યુ થતાં ચંદુ અને હિતેષને ભુજ તથા ધવલને અમદાવાદ જેલહવાલે કરાયો છે.  ચંદુ વિરૂધ્ધ દારૂ-ચોરીના ૨૧ ગુના નોંધાયા છે. અગાઉ પણ પાંચ વખત પાસામાં જઇ આવ્યો છે. જ્યારે ધવલ સામે દારૂના બે ગુના નોંધાયા હતાં. તેમજ હિતેષ ઉર્ફ બાડો સામે વાહન ચોરીઓના ૧૦ ગુના નોંધાયા હતાં. પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ જે. ડી. ઝાલા, પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ વી. જે. જાડેજા, આર. જે. કામળીયા, જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હેડકોન્સ. વિરેન્દ્રસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, ભરતસિંહ પરમાર, મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહિલ, સ્નેહભાઇ ભાદરકા, નિલેષભાઇ મકવાણા, રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ સીસોદીયા અને રાહુલગીરી ગોસ્વામીએ આ કામગીરી કરી હતી.

(3:34 pm IST)