Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સંપત્તિને ભોગવનારા લક્ષ્મીપતિ નહીં પરંતુ સંપત્તિને અર્પણ કરનારા લક્ષ્મી પિતા બનીએ : પૂ. નમ્રમુનિ મ.સા.

રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના શ્રીમુખેથી ડોનેશન દ્વારા સ્વયંના પુણ્યના ડિપોઝીટર બનવાની પાવન પ્રેરણા પામ્યાં હજારો ભાવિકો

રાજકોટ : સંપત્તિનો ભોગવટો કરનારા લક્ષ્મીપતિ ન બનીને સ્વયંની મહેનત-જહેમત દ્વારા અન્યના ઘરને ઉજાગર કરવા સંપત્તિને અર્પણ કરનારા લક્ષ્મીપિતા બનવાનો પરમ પાવન બોધ આપીને રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના ચતુર્થ દિવસે હજારો ભાવિકોના ભવ્ય ભાવિનું બીજરોપણ કરવાનો પરમ ઉપકાર કર્યો હતો.

વર્તમાન સમયની પ્રતિકૂળ અને વિષમ પરિસ્થિતિમાં પણ અંતરના કરૂણાભાવથી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના વિશ્વવ્યાપી ઓનલાઇન આરાધના મહોત્સવનું આયોજન કરીને હજારો હજારો ભાવિકોને ધર્મસાધનામાં ઓતપ્રોત કરી રહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવના શ્રીમુખેથી ફરમાવવામાં આવી રહેલી પ્રવચનધારા આદિ કાર્યક્રમોમાં સમગ્ર દેશના ૧૦૮ થી વધુ શ્રી સ્થાનકવાસી જૈન સંદ્યોની સાથે દેશ-વિદેશના હજારો ભાવિકો લાભ લઈ આ પર્વાધિરાજ પર્વમાં ધન્ય ધન્ય બની રહ્યાં છે.

વહેલી સવારના સમયે આયોજિત ઇનર કિલનિંગ મેડિટેશન સાધનામાં આત્મવિશુધ્ધિની અનોખી પ્રક્રિયા કરાવવામાં આવી હતી.

આદ્ય ગુરૂવર્યોના અત્યંત અહોભાવથી જય જયકારના ગુંજારવ સાથે આ અવસરે પરમ ગુરૂદેવે અત્યંત મધુરવાણીમાં પ્રવચનધારા વહાવતા ફરમાવ્યું હતું કે, સમયના કોઈક કોઈક ખંડમાં એવું સામર્થ્ય હોય છે જે આત્માને પળમાં પરમાત્મા બનાવવાનું સામર્થ્ય સમાયું હોય છે. અને એવો જ સમય ખંડ હોય છે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ જેમાં આપણા આનંતકાળના અવગુણોને વિશુધ્ધ કરીને અનંત ગુણધર્મ પ્રતિષ્ઠિત કરવાનું સામર્થ્ય સમાયું છે. એવા આ પર્વાધિરાજની દરેક પળને આપણે સાર્થક કરી લેવાની છે.

એ સાથે જ પ્રભુ કથિતઙ્ગ શ્રાવકધર્મના પ્રથમ કર્તવ્ય દાનધર્મની મહત્ત્।ા સમજાવતાં પરમ ગુરૂદેવે કહ્યું હતું કે, આ સંસારના લોકો દ્રવ્ય સંપત્તિને પોતાની સંપત્તિ માનતાં હોય છે પરંતુ પ્રભુની દ્રષ્ટિમાં જેની અંદરમાં અર્પણતાના ભાવ હોય, તે સમૃધ્ધિવાન હોય છે. બાકી આ જગતમાં લક્ષ્મીને ભોગવનારા તે લક્ષ્મીપતિ બનીને રહી જતાં હોય છે. પ્રભુ કહે છે, સંપત્તિનો ભોગવટો કરનારા એવા લક્ષ્મીપતિ ન બનીને આપણે લક્ષ્મીપિતા બનવાનું છે જે પોતાની મહેનતે ઉપાર્જન કરેલી સંપત્તિને અન્યના દ્યરમાં અજવાસ પાથરવા અર્પણ કરી દેતાં હોય છે. સંપત્તિના આવ્યાં પછી હું આ સંપત્તિથી શું લઈ શકું એવા અનેક લોકોની વચ્ચે કોઈક એવા હોય છે જે સંપત્તિના આવ્યાં પછી કોઈ દુઃખીના મુખ પર હું કઈ રીતે સ્મિત લાવી શકું એનો વિચાર કરતાં હોય છે. પોતાના સુખનો જ વિચાર કરવો તે સ્વાર્થ હોય છે. પર્વાધિરાજ પર્વ આપણને આવા સ્વાર્થથી મુકિત અને પરમાર્થ ભાવની પ્રાપ્તિનો સંદેશ આપવા પધાર્યા છે. જે લક્ષ્મી પિતા બનીને નિઃસ્વાર્થ ભાવે સંપત્તિની અર્પણતા કરે છે તેના આનંદનો કોઈ પાર નથી હોતો. પરમાત્મા કહે છે નિઃસ્વાર્થ આનંદ જેવો આનંદ આ જગતમાં અન્ય કોઈ નથી હોતો.

અંતરમાં હળવાશ અને અન્યના મુખ પર હાસ્ય લાવી દે તે નિઃસ્વાર્થ અર્પણતા હોય છે, તે દાન હોય છે. પરંતુ કેટલાંક લોકો દાનને પોતાની શાન સમજતાં હોય છે પણ પ્રભુ કહે છે, ડોનેશનને પોતાની ઈમપ્રેસન નું કારણ બનાવવું તે પોતાના પુણ્યને ગંદા નાળામાં નાંખી દેવા બરાબર હોય છે. જયારે કે, અન્યને સહાયક બનવાના ભાવ સાથે, અન્યના દુઃખ દૂર કરવાના ભાવ સાથે આપવામાં આવતું દાન તે અમૃત સમાન બની જતું હોય છે.

પ્રભુએ પરિગ્રહ ત્યાગની પ્રેરણા આપી છે. પરંતુ શ્ન કદીક કામ લાગશે' એવી રાખી મૂકવાની વૃત્તિ તે આપણી પરિગ્રહવૃત્તિ અને સંગ્રહખોરીને વેગ આપતી હોય છે. 'કદીક કામ લાગશે' ની કામનાનું મૃત્યુ કરાવે એનું નામ દાન છે. જગત આખું દાન અર્પણઙ્ગ કરનારાને ડોનર માનતું હોય છે પરંતુ વાસ્તવિકતામાં તે ડિપોઝિટર હોય છે પોતાના જ પુણ્યના અને પોતાની જ પ્રસન્નતાના. દાન માત્ર દેવાથી નથી થતું પરંતુ દાન આપવાના નેચરથી દાન થતું હોય છે. પ્રભુ કહે છે, જેનો ઉગતો સૂરજ હોય એની પાસે જ કોઈ હાથ લાંબા કરવા આવતું હોય છે. ઉગતો સૂરજ હોય એની પાસે જ કોઈક આશા રાખીને આવતું હોય છે. જેને આપતાં આવડે છે તે અરિહંતતાના બીજ વાવી દે. દાન માત્ર સંપત્તિથી જ નથી થતું પરંતુ, સમજનું દાન, સમયનું દાન, શાંતિનું દાન કે મંત્રનું દાન પણ આપી શકાય છે.

જનમ જનમનું કલ્યાણ કરાવી દેનારા પરમ ગુરૂદેવના આ અમૂલ્ય બોધ વચનો સાથે પૂજય શ્રી અસ્મિતાજી મહાસતીજીએ સ્વયંની ઈચ્છામુકિત દ્વારા આત્મકલ્યાણ કરવાનો પ્રેરક બોધ આપ્યો હતો. આ અવસરે...ધાટકોપર ગારોડીયા નગર સંધથી પૂજય શ્રી સુતીર્થિકાજી મહાસતીજીએ પ્રવચનધારા વહાવીને સહુને પ્રેરિત કર્યા હતાં.

અર્પણતાથી અરિહંતતા પામવાના પરમ ગુરૂદેવના પરમ વચનોનું શ્રવણ કરાવીને પર્વાધિરાજનો ચતુર્થ દિવસ હજારો હજારો ભાવિકોને ધન્ય ધન્ય બનાવી ગયો.

સમગ્ર પર્વાધિરાજ પર્વના ઓનલાઇન આરાધનાઙ્ગ મહોત્સવનો અમૂલ્ય લાભ લઈને સાયનના ધર્મવાત્સલા શ્રી બીનાબેન અજયભાઈ શેઠ ધન્ય બની રહ્યાં છે.

(4:00 pm IST)