Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

લલુડી વોકડી ધોબી ચોક પાસે બે ઓરડીમાંથી દારૂની ૭પ બોટલ સાથે ધવલ અને રાજેશ પકડાયા

બી ડીવીઝન પોલીસે શીવવીહાર પાર્ક મકાનમાંથી દારૂની ૧૧ બોટલ સાથે નીતીન ઉર્ફે મામાને ઝડપી લીધો

રાજકોટ તા. ૧૮: શહેરની લલુડી વોકડી ધોબી ચોક પાસે ભકિતનગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી બે ઓરડીમાંથી વિદેશી દારૂની ૩૯ બોટલ સાથે બે તથા બી ડીવીઝન પોલીસે શીવવીહાર પાર્ક મકાનમાંથી દારૂની ૧૧ બોટલ સાથે એકને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જ ેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા અને એસીપી એચ. એલ. રાઠોડ, એસ. આર. ટંડેલની સૂચનાથી ભકિતનગર પોલીસ મથકના પીઆઇ જે. ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ ફીરોઝભાઇ શેખ, હેડ કોન્સ. રણજીતસિંહ, વિક્રમભાઇ, મનરૂપગીરી, હીરેનભાઇ, સલીમભાઇ, દેવાભાઇ, ભાવેશભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, રાજેશભાઇ, હિતેન્દ્રસિંહ અને મૈસુરભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. ભાવેશભાઇ મકવાણા અને દેવાભાઇ ધરજીયાને મળેલી બાતમીના આધારે લલુડી વોકડી પાસે ધોબી ચોકમાં આવેલી લંગડી ભગતની ઓરડીમાં દરોડો પાડી ઓરડીમાંથી વિદેશી દારૂની ૬૦ બોટલ સાથે ધવલ વિજયભાઇ સોલંકી (ઉ.વ. ર૩) (રહે. લંગડી ભગતની ઓરડીમાં ભાડે મૂળ રણુજા મંદીર પાસે) ને પકડી લીધો હતો. જયારે બીજા દરોડામાં ધોબી ચોક પાસે અકીનાબેનની ઓરડીમાં દારૂની ૧પ બોટલ સાથે રાજેશ ખીમજીભાઇ સાકરીયા (ઉ.વ.૩૬) (રહે. લલુડી વોકડી અકીનાબેનની ઓરડીમાં ભાડે મૂળ ગોકુલ પાર્ક કોઠારિયા રોડ) ને પકડી લીધો છે.

જયારે ત્રીજા દરોડામાં બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ. બી. ઔસુરાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ વિરમભાઇ, અજયભાઇ, સલીમભાઇ, મનોજભાઇ, સિરાઝભાઇ, હેમેન્દ્રભાઇ, મનોજભાઇ, સિરાઝભાઇ, હેમેન્દ્રભાઇ, મનોજભાઇ ગઢવી, જયદીપસિંહ બોરાણા, પરેશભાઇ, ચાંપરાજભાઇ અને સંજયભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે કોન્સ. સિરાઝભાઇ ચાનીયા અને હેમેન્દ્રભાઇ વાઘીયાને મળેલી બાતમીના આધારે શીવવીહાર પાર્કમાં આવેલા મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની ૧૧ બોટલ સાથે નીતીન ઉર્ફે મામો ઇશ્વરભાઇ વોરા (ઉ.વ. ૪૩) (રહે. જકાત નાકા પાસે શીવવીહાર પાર્ક) ને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(4:03 pm IST)