Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રાજકોટમાં ૪ થી ૬માં વધુ અડધો ઈંચ વરસાદ : શહેરમાં ચોતરફ પાણી ભરાયા : આજી નદીમાં આવેલ તમામ બેઠા પુલ બંધ કરાવી દેવાયા : નદી કાંઠા વિસ્તારના રહેવાસીઓને સાવચેત કરાયા

રાજકોટ : શહેરમાં આજે બપોરે ૨ થી ૬ સુધીમાં બે ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે અને હજુ પણ ચાલુ છે આ દરમિયાન શહેરના અન્ડરબ્રીજ સહિતના અનેક રાજમાર્ગો ઉપર ગોઠણડૂબ પાણી ભરાયા છે જયારે આજી-૧ ડેમ ઓવરફલો થવાની તૈયારીમાં છે તેથી આજી નદીના પટમાં આવન-જાવન પર પ્રતિબંધ મૂકી દેવાયો છે અને નદીમાં આવેલ તમામ બેઠા પુલ બંધ કરી દેવામાં આવ્યા છે તથા નદીકાંઠે આવેલ બેડીપરા, જંગલેશ્વર સહિતના વિસ્તારોમાં ફાયરબ્રિગેડે સાવચેતીના પગલા લીધા છે : રહેવાસીઓને સાવચેત કરી સ્થળાંતર સહિતની તૈયારીઓ કરી લીધી છે : નદીના પુલ ઉપર બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

(6:08 pm IST)