Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

રાજકોટ એઇમ્સની નવી દિલ્હીમાં યોજાયેલી મીટીંગમાં સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત : નરેન્દ્રભાઇ મોદીનાં અભિયાન "સ્વસ્થ ભારત"ના ઉમદા હેતુના પરિપ્રેક્ષ્યને સંબંધીત જરૂરી સુચનો કર્યા

જામનગર : રાજકોટ માં એઇમ્સ નિર્માણ થનાર છે તેની પ્રથમ એજન્ડા મીટીંગ નવી દીલ્હીમાં આજરોજ યોજાઇ હતી તેમાં કમીટી મેમ્બર એવા જામનગર અને દેવભૂમિ દ્વારકાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા

        રાજકોટ માં કાર્યરત થનાર ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ સાયન્સ-AIIMS અંગેની કમીટીની પ્રથમ મહત્વની એજન્ડા મીટીંગ   નવીદીલ્હી ખાતે આજરોજ  મળી હતી.

તેમાં ઉપસ્થિત રહી, સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ એ  "એઇમ્સ"થી સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને સુપરસ્પેશ્યાલીટી મેડીકલ સર્વિસીઝ નો લાભ મળનાર હોઇ,પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં "સ્વસ્થ ભારત"ના ઉમદા હેતુના પરિપ્રેક્ષ્યને સંબંધીત જરૂરી સુચનો કર્યા હતા

(7:09 pm IST)