Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

'ઇન્ડિયા ટોપ મોડલ સીઝન-ર' માં રાજકોટની શ્રધ્ધા ભટ્ટ ફર્સ્ટ રનર્સઅપ

રાજકોટ તા. ૧૮ : તાજેતરમાં સવાઇમાધપોર ખાતે ઇન્ડિયા ટોપ મોડલ સીઝન-ર નું આયોજન અગ્રવાલ પ્રોડકશનના ડીરેકટર અકાશ મિત્તલ દ્વારા થયુ હતુ. જેમાં રાજકોટથી રવજીભાઇ અને ભારતીબેનની દિકરી એમ.કોમ.નો અભ્યાસ કરતી શ્રધ્ધા ભટ્ટે ભાગ લઇ ફર્સ્ટ રનર્સઅપમાં સ્થાન મેળવતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે શ્રધ્ધાના દાદા રમેશભાઇ ભટ્ટ દાદર મુંબઇ ખાતે રણજીત સ્ટુડીયો ધરાવે છે. આ પહેલા પણ શ્રધ્ધા 'ઇન્ડિયા ટોપ મોડલ સીઝન-૧' માં મિસ રેમ્પ વોકનો ખિતાબ જીતી ચુકી છે.

(11:44 am IST)