Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સરગમ પરિવારના સભ્યો માટે નાટય શો :

સરગમ લેડીઝ કલબ, કપલ કલબ, સીનીયર સીટીઝન કલબ, જેન્ટસ કલબ અને આમંત્રિતો માટે હેમુગઢવી નાટયગૃહ ખાતે મુંબઇના નાટક 'વેવાઇ V/S વેવાઇ' નો શો ગોઠવવામાં આવ્યો હતો. મુખ્ય કલાકારો અરવિંદભાઇ વેકરીયા, હેમંત ઝા, અમિત રાજડા, હીમાંશુ શાહ, શિલ્પા પટેલ, ઉન્નતી ગાલા, પાર્થ પટેલ, દેવાંગ કંકાલ વગેરેએ અભિનયના ઓજસ પાથર્યા હતા. ઘર કેમ ચલાવવુ અને બચત કઇ રીતે કરી શકાય તે અંગે કોમેડી સાથેનો સંદેશો પ્રસરાવવા સરસ પ્રયાસ થયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળા, મૌલેશભાઇ પટેલ, ભરભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઇ શેઠ, મિતેનભાઇ મહેતા, નીલુબેન મહેતા, ગીતાબેન હીરાણી, જયશ્રીબેન મહેતા, ચેતનાબેન સવજાણી, અલ્કાબેન ધામેલીયા, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્વરએ જહેમત ઉઠાવી હતી.

(3:47 pm IST)