Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જગત જનનીને સાચા સ્વરૂપે જાણીયે વિદાય વેળાએ વચન આપીએ

વિશ્વંભરી જગત જનનીની જુદા જુદા સ્વરૂપે પુરા વિશ્વમાં પુજા અર્ચના થતા હોય ત્યારે નવરાત્રીના નવ દિવસ મન મુકીને શકિતની ભકિત કરી બાળકોમાં વડીલ લોકો વિધ વિધ પ્રકારે ઉપાસના કરી પોતાની શ્રધ્ધા પ્રગટ કરતા દેખાય છે.

આસો મહિનામાં ઉજવાતો નવરાત્રીનો તહેવાર એક ફકત ગરબાગાઇ અને વસ્ત્રોનું આકર્ષણ નહિ બનાવતા એક નવા સ્વરૂપે નિહાળવા પ્રયત્નો કરીએ ફકત નવ દિવસ નહિ પણ દરેક રાત્રીને નવરાત્રી જૈવી શુધ્ધ અને પવિત્ર બનાવીએ.

માં જગદંબા સ્ત્રી સ્વરૂપનું દર્શન યુગોથી એક શકિત સ્વરૂપે સ્થાયાયેલુ છે. શ્રી રામ અને શ્રી કૃષ્ણ ભગવાન પણ શકિતની પુજા કરેલ છે. આપણા દેશમાં અને પુરા વિશ્વમાં જુદા જુદા સ્વરૂપે સ્ત્રી શકિતની પુજા થતી હોય છે. લોકો નવરાત્રી ઉત્સવોને દર વર્ષે શ્રધ્ધાથી ઉજવતા હોય છે. તે  સ્ત્રી શકિતની સારી ઓળખ છે. દેવી સ્વરૂપે  શ્રી સીતાજી  જયારે રાવણ જેવા રાક્ષસને ભષ્મીભૂત કરી પોતાની શકિત સ્વરૂપા દર્શન કરાવે છે.  ત્યારે સ્ત્રીઓ પોતાની સારી ઓળખ મને શકિતનું સ્વદર્શન કરાવી અને સાચા અર્થમાં કુટુંબ અને સમાજનું કલ્યાણ કરવા નવરાત્રીના પર્વને જાગૃત રાખવા સહુ સકસમ રહીએ તો જ રાવણરૂપ રાવણોથી મુકત સમાજ રમાશે. અને આ કાર્ય સ્ત્રી શકિતના બળે શકય છે. તે નવરાત્રીના દેવી સ્વરૂપે પ્રેરણા પ્રાપ્ત કરી પ્રયાસ કરીએ.

દુનિયામાં રાવણોનું રાજય સ્થાપીત થઇ રહયું છે. અહંકારોથી સહુ આંધળા થતા જાય છે. યુધ્ધના એંધાણો અને ધર્મની હાની પોતાની પવિત્રતા કાળમુખુ સ્વરૂપ સામે મુડીને હચમચાવી રહયો છે. ત્યારે આવા કળીયુગના ઘોર અંધકારમાંથી શાંતિનું સુપ્રભાત એક સ્ત્રીશકિતથી શકય છે. જરૂર છે. શકિતને નવરાત્રી જેમ કત્યમ જાગૃત રહેવાથી શકય છે. જરૂર છે શકિતને નવરાત્રી જેમ કત્યમ જાગૃત રહેવાની.

આજની સ્ત્રી ગૃહકાર્ય ગગનસુધી પોતાની સિંહ જેવી શકિતથી  શંખનાદ વગાડી રહી છે. ત્યારે નારી શકિત જાગૃત રહી સહુ સાથે મળી તલવાર, ગદા અને ધનુષ્યબાળ હાથમાં રાખી અષ્ઠભૂજાધારી માં અંબામાંને સાચા અર્થમાં સમજી શકિતશાળી બનવાના નૈવેદ્ય ધરી અને કાછા જેવા ગંદા બનેલા સમાજમાં કમળને ઉગાડવા કાયમી પ્રયત્નશીલ રહિએ ત્યારે જ નવરાત્રી સાચા અર્થમાં ઉજવાણી કહેવાય સ્વધર્મને સ્વીકારી અને આત્મબળથી આગળ વધી 'નારી તુ નારાયણી' સાક્ષાત કરીએ કુટુંબ સમાજ અને દેશને અખંડ વિજયી દશેરા મય બનાવવા પ્રેરણા લઇ નવરાત્રીને પ્રાર્થના સાથે વિદાય આપીએ... જય અંબેેે........

(3:59 pm IST)