Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

સરગમ પરિવાર દ્વારા સાંસદ રામભાઇ મોકરીયા અને જિ.પં. પ્રમુખ ભુપતભાઇ બોદરનું સન્માન

રાજકોટ : હેમુગઢવી નાટયગૃહ ખાતે સરગમ પરિવારના ઉપક્રમે સંસદ સભ્ય તરીકે રામભાઇ મોકરીયા અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભુપતભાઇ બોદર ચુંટાઇ આવવા બદલ સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઇ વાળાના પ્રમુખ સ્થાને યોજાયેલ આ સમારોહમાં   ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, હાસ્ય કલાકાર સાંઇરામ દવે વગેરે ઉપસ્થિત રહેતા યોગેશભાઇ પુજારા, સ્મિતભાઇ પટેલ, મિતેનભાઇ મહેતા, નીલુબેન મહેતા, ગીતાબેન હીરાણીએ પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરેલ. પ્રારંભે સ્વાગત પ્રવચન સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ કરેલ. ત્યારબાદ રામભાઇ મોકરીયા અને ભુપતભાઇ બોદરને સરગમ કલબના હોદેદારોના હસ્તે મોમેન્ટો આપી અભિવાદન કરવામાં આવેલ. બન્નેએ સમાજને સમર્પિત થવાની ભાવના વ્યકત કરી હતી. સમગ્ર સંચાલન માલાબેન કુંડલીયાએ સંભાળ્યુ હતુ. અંતમાં આભારવિધિ સરગમ કલબના ખજાનચી સ્મિતભાઇ પટેલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા ગુણવંતભાઇ ડેલાવાળા, ભરતભાઇ સોલંકી, કનૈયાલાલ ગજેરા, રાજેન્દ્રભાઇ શેઠ, નીલુબેન મહેતા, ગીતાબેન હિરાણીએ જહેમત ઉઠાવી હતી.

(4:01 pm IST)