Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

પેટ્રોલના ભાવ વધારાથી મ.ન.પા.નું બજેટ ખૂટી પડયુ ! : વર્ગ ફેર થશે

રાજકોટ : પેટ્રોલ - ડીઝલ સહિતના ઇંધણનો ભાવ વધારો કાબુ બહાર થઇ ગયો છે તેની માઠી અસર મ.ન.પા.ના અર્થતંત્ર ઉપર પડી છે. કેમકે મ.ન.પા.ના વાહનો માટે પેટ્રોલ ખરીદીનું જે બજેટ હતું તે આ ભાવ વધારાને કારણે ૬ મહિનામાં જ ખૂટી ગયું. આથી હવે બજેટમાં ખૂટતી રકમ જે.સી.બી. મેન્ટેનન્સ માટેના બજેટ હેડમાંથી ૨ કરોડના વર્ગફેર કરીને મૂકવામાં આવશે. આ માટે સ્ટેન્ડીંગ કમિટિમાં દરખાસ્ત મુકાઇ છે.

(4:54 pm IST)