Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

શહેરમાં મચ્છરજન્ય ડેન્ગ્યુ ધીમો પડયો પણ જોખમ યથાવતઃ ૧૫ કેસ

સપ્તાહમાં મેલેરીયાનાં ૦, ચીકનગુનીયાનાં ૧ દર્દી નોંધાયાઃ ડેંગ્યુ, મેલેરીયા અને ચીકનગુનીયાનાં સીઝનનો કુલ આંક ૨૩૨એ પહોંચ્યોઃ આજ બપોર સુધીમાં કોરોનાનો શુન્ય કેસ

રાજકોટ તા. ૧૮ :શહેરમાં કોરોનાં હવે લગભગ કાબુમાં આવી ગયો છે પરંતુ ં મચ્છરજન્ય રોગચાળાએ માથું  ઉંચકતા છેલ્લા ૭ દિવસમાં ડેન્ગ્યુ,  ચીકનગુનિયાના ૧૬ કેસ નોંધાયા છે. શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતી મુજબ તા. ૧૧  થી તા. ૧૭  ઓકટોબર સુધીમાં ડેન્ગ્યુના ૧૫ તથા મેલેરીયાના ૦ તથા ચિકનગુનિયાના ૧ સહિત કુલ ૧૬  કેસ નોંધાતા સીઝનનાં ડેન્ગ્યુના ૧૭૧, મેલેરીયાના ૪૨ તથા ચિકનગુનિયાનાં ૧૯ કેસ નોંધાયા છે.

શહેરમાં મચ્છરજન્ય રોગચાળો દિવસે ને દિવસે આંતક ફેલાવતા તંત્ર ઉંધે માથે થયુ છે. ડેન્ગ્યુ, મેલેરીયા, ચીકનગુનિયાના કેસ નોંધાયેલ વિસતારોમાં ફોગીંગ, મચ્છર ઉત્પતી અટકાવવા સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

બપોર સુધીમાં કોરોનાનો '૦' કેસ

 આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૨૯ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૩૬૯  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૪૭૩ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૦કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૨૭,૮૭૯ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૨૯ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૩  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૨ ટકા એ પહોંચ્યો છે. હાલ ૨  દર્દીઓ સારવાર હેઠળ છે.

(4:57 pm IST)