Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

મ્યુ.કોર્પો. કર્મચારી પરીષદના પ્રમુખ પદે કશ્યપભાઇ શુકલ

રાજકોટ, તા., ૧૮: મ્યુનિ. કર્મચારી પરીષદની સામાન્ય સભા બી.બી.જાડેજાના કાર્યકારી પ્રમુખપદે યોજાયેલ હતી. તેમાં નવા હોદેદારો નિમણુંક કરવામાં આવતા પ્રમુખ પદે કશ્યપભાઇ શુકલ, મહામંત્રી તરીકે મૌલેશભાઇ વ્યાસ તેમજ પ્રેરીત જોષીની ઉપપ્રમુખ પદે પ્રદ્યુમનસિંહ જાડેજા, હોમીન લખતરીયા, ખુમાનસિંહ વાઘેલા તેમજ મંત્રી તરીકે હિતેષ આર.ભટ્ટ, વિશાલ ત્રિવેદી, મયુ પરનાલીયા, પાર્થ પરમાર, કિશોરસિંહ બી. રાણા, આશીક જુણેજાની નિમણુંક કરવામાં આવી.

કોર કમીટીમાં બી.બી.જાડેજા, દિલીપ ધગત, સુખદેવસિંહ જાડેજા, દિલીપ પંડયા, ભીખસિંહ રાઠોડ તેમજ લીગલ કમીટીમાં જયેન્દ્રભાઇ મહેતા તેમજ લલીતભાઇ ઠાકર,  તથા કાર્યાલય મંત્રીશ્રી રમેશ શાહ સહ કાર્યાલય મંત્રી દોલત ગોહીલની નિમણુંક થયેલ. સાધારણ સભામાં મેયર  પ્રદીપભાઇ ડવ, સ્ટે. કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ  તેમજ ભાજપ ઉપપ્રમુખ વિરેન્દ્રભાઇ ઝાલા હાજર રહેલ. મ્યુ. કમિશ્નર શ્રી અરોરા તેજ ડે. કમિ. આશીષકુમાર ડે. કમિ. નંદાણી તેમજ ડો. વાય.એસ. પી. આર.બી. ઝાલા ઉપસ્થિત રહેલ.  અંતમાં આભારવિધિ બી.બી.જાડેજાએ  કરેલ ત્યાર બાદ સર્વે કર્મચારી માટે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ.

(4:05 pm IST)