Gujarati News

Gujarati News

News of Thursday, 18th November 2021

રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાછળના રોડ પર જ્યોતીનગર ચોકમા ફાયરિંગ: યુનિ.પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગઈ

કોંગ્રેસના એક યુવા આગેવાનના ભાઈનું નામ ફાયરિંગની ઘટના સાથે ચર્ચાયુ :કોંગ્રેસના દિગ્ગજ નેતાના અંગત વ્યક્તિ પર ગોળીબાર : સાંસદ રામભાઈ મોકરિયા ઘટના સ્થળે પહોંચ્યા : એક રાઉન્ડ ફાયરિંગ થયાના અહેવાલ

રાજકોટ : આજે મોડીરાત્રે રાજકોટમાં ક્રિસ્ટલ મોલ પાછળના રોડ પર જ્યોતીનગર ચોકમા

ફાયરિંગ થયાની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે ફાયરિંગની જાણ થતા યુનિવર્સીટી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ ઘટના સ્થળે દોડી ગઈ  છે

 જાણવા મળ્યા મુજબ કોંગ્રેસના યુવા આગેવાનના ભાઈએ ફાયરિંગ કર્યાની ચર્ચા છે ,પૂર્વ ધારાસભ્યના અંગત મનાતા વ્યક્તિ પર ગોળીબાર થયાનું જાણવા મળે છે ફાયરિંગની ઘટનાની જાણ થતા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ઘટના સ્થળે પહોંચ્યા છે  એક રાઉન્ડ ફાયરિંગ થયાના અહેવાલ મળે છે

. ક્રિસ્ટલ મોલ પાછળથી આકાશવાણી ચોક તરફ જતા રોડ પર ફાયરિંગ થયાની માહિતી મળતા પોલીસ દોડી ગઈ છે. કોંગ્રેસના એક યુવા આગેવાનના ભાઈનું નામ ફાયરિંગની ઘટના સાથે ચર્ચાઈ રહ્યું છે.
યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ ચાવડા અને પીએસઆઈ એ.બી. જાડેજા તેમજ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. જોકે પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવી રહી છે.

(12:01 am IST)