Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

પત્‍નિ માવતરે જતી રહેતાં શાપરમાં હસમુખે ફિનાઇલ ગટગટાવી ગયો

રાજકોટ તા. ૧૮: શાપર વેરાવળના શાંતિધામમાં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં હસમુખ મેઘાભાઇ બલવા (ઉ.વ.૩૨) નામના યુવાને રાતે ફિનાઇલ પી લેતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ શાપર પોલીસને જાણ કરી હતી.

હમસુખને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેની પત્‍નિ રીટા કેટલાક દિવસોથી શાપરમાં જ રહેતાં માવતરના ઘરે રિસામણે જતી રહી હોઇ પોતે ગઇકાલે તેડવા જતાં સાસરિયા પક્ષ સાથે બોલાચાલી થતાં માઠુ લાગી જવાથી તેણે આ પગલુ ભરી લીધું હતું.

(11:54 am IST)