Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

કપાસીયા તેલમાં વધુ ૧પ રૂા. તૂટયાઃ ૩ દિ' માં ૪પ રૂા. ઘટયા

રાજકોટ તા. ૧૮ :.. કપાસીયા તેલમાં મંદીનો દોર યથાવત રહ્યો છે. આજે વધુ ૧પ રૂા. તૂટયા હતા. સ્‍થાનીક બજારમાં સૌરાષ્‍ટ્રના યાર્ડોમાં કપાસની આવકો વધતા કપાસીયા તેલના ભાવો સતત તૂટી રહ્યા છે. આજે વધુ ૧પ રૂા.ના ઘટાડા સાથે કપાસીયા તેલ લુઝના ભાવ ૧રપ૦ રૂા. હતા તે ઘટીને ૧ર૩પ રૂા. અને કપાસીયા ટીનના ભાવ ર૩૦૦ થી ર૩પ૦ રૂા. હતા તે ઘટીને રર૮પ થી ર૩૩પ રૂા. ની સપાટીએ ભાવ પહોંચ્‍યા હતાં. છેલ્લા ત્રણ દિ' માં કપાસીયા તેલમાં ૪પ રૂા. નો નોંધપાત્ર ભાવ ઘટાડો થયો છે. બપોર સુધીમાં અન્‍ય કોઇ ખાદ્યતેલના ભાવોમાં વધ-ઘટ ન હતી. 

(3:28 pm IST)