Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

નેગોશીએબલ એકટના ગુનામાં સામેલ લાલદાસ ઉર્ફે મયુર પકડાયો

ભકિતનગર પોલીસે ગુંદાવાડી બજાર પાસેથી પકડી લઇ વોરંટની બજવણી કરી

રાજકોટ,તા. ૧૮ : નેગોશીએબલ એકટના ગુના સામેલ શખ્‍સને ભકિતનગર પોલીસે વોરંટના આધારે ગુંદાવાડી બજાર પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ નેગોશીએબલ એકટ હેઠળ નોંધાયેલા ગુનામાં સામેલ શખ્‍સને કોર્ટના સજાના વોરંટના આધારે પકડી પાડવા માટે સુચના મળતા ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. એમ.એમ.સરવૈયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ. વાલાભાઇ ડાભી, વિજયભાઇ જોષી, મોનીલભાઇ જોષી સહિત પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે બાતમીના આધારે લાલદાસ ઉર્ફે મયુર જેન્‍તીભાઇ દેવમુરારી (ઉવ.૩૨) (રહે. રણુજા મંદિર બાલાજી પાર્ક શેરી નં. ૧)ને ગુંદાવાડી બજારમાંથી પકડી લઇ વોરંટની બજવણી કરી હતી. લાલદાસ આ ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી સજાના વોરંટની બજવણીથી બચાવ માટે ફરાર હતો.

હદપારી શખ્‍સને એસઓજીએ પકડયો

શહેરના અલગ અલગ વિસ્‍તારમાં હદપાર કરેલા શખ્‍સોને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નરે સુચના આપતા  એસઓજીની ટીમે હદપાર કરાયેલ યશપાલસિંહ ખેંગારસિંહ પરમાર (ઉવ.૨૯) (રહે. નાગરીક બેંકની પાછળ કિસ્‍મતનગર શેરી નં. ૫)નુ પકડી લઇ કાર્યવાહી કરી હતી. 

(3:32 pm IST)