Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

ભાજપ વિકાસનો પર્યાય, અગણિત વિકાસના કાર્યોઃ ડો.ભરત બોઘરા

વોર્ડ નં.૧૨માં ભાનુબેન બાબરીયાના ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ : આપણા સૌના સહિયારા પ્રયાસોથી રાજકોટની ચારેય બેઠકો ઉપર કમળ જ ખીલશેઃ મોહનભાઈ કુંડારીયા

રાજકોટઃ રાજકોટ ગ્રામ્‍ય વિધાનસભા બેઠક-૭૧ પરથી ભાજપ ઉમેદવાર શ્રીમતી ભાનુબેન બાબરીયાના વોર્ડ નં.૧૨માં ચૂંટણી કાર્યાલયના પ્રારંભ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્‍યું હતું કે, રાજકોટ શહેરની ચારેય વિધાનસભા બેઠકોમાં કમળ ખીલશે અને આપણા ઉમેદવારો જંગી લીડથી ચૂંટાશે, ભાજપ જ આવે તે માટે આવો આપણે સૌએ સાથે મળી સહિયારા પ્રયાસ કરીએ. આ તકે પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોઘરાએ જણાવ્‍યું હતું કે, ભાજપે વિકાસની રાજનીતિ અપનાવેલી છે. ભાજપ વિકાસનો પર્યાય બની ગયેલ છે. ભાજપની કેન્‍દ્ર અને રાજ્‍ય સરકારે અગણિત વિકાસના કામો કરેલ છે. તેમણે કાર્યકરોને ઉન્નત મસ્‍તકે લોકો પાસે સરકારે કરેલા કાર્યો સાથે જવા અનુરોધ કર્યો હતો.

આ અવસરે ધારાસભ્‍ય લાખાભાઈ સાગઠીયાએ જણાવ્‍યું હતું કે. રાજકોટ ભાજપનું સંગઠન ગુજરાતમાં અગ્રેસર છે. કાર્યકરો પક્ષની સુચના મુજબ કાર્ય કરવામાં પ્રયત્‍નશીલ રહેતા હોય છે. ત્‍યારે આપણા ઉમેદવાર ભાનુબેન બાબરીયાને ચૂંટણીમાં વધુને વધુ લીડ મળે તે માટે આપણે સક્રિય પ્રયાસો કરવાના છે. મેયર ડો. પ્રદિપ ડવે જણાવ્‍યું હતું કે, ભાજપ એ વિકાસને વરેલ પાર્ટી છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌના પ્રયાસથી રાજકોટને કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર દ્વારા અનેકવિધ સુખ-સુવિધાની સવલતો મળેલી છે. જ્‍યાં પણ તમે નજર કરો ત્‍યાં નાના-મોટા વિકાસના કામો જોવા મળશે. ભારત સરકાર દ્વારા રાષ્‍ટ્રીય સ્‍વાસ્‍થ્‍ય સુવિધા માટે એઇમ્‍સ, હિરાસર ગ્રીન ફીલ્‍ડ એરપોર્ટ, લાઇટ હાઉસ સહિત આવાસ યોજનાઓ, સીક્‍સલેન રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ વગેરેની ભેટ મળેલ છે. આપણા ઉમેદવારને ૧ લાખની લીડથી વિજેતા બને તે માટે આપણે પ્રયાસો કરીએ.

વિધાનસભા-૭૧ના ભાજપ ઉમેદવાર શ્રીમતી ભાનુબેન બાબરીયાએ જણાવ્‍યું હતું કે, સ્‍થાનિક વિકાસના કામોને વેગ આપવા અને લોકોના પ્રશ્નોના ઉકેલ માટે હું હંમેશા તત્‍પર રહીશ. આ પ્રસંગે વોર્ડ નં.૧૧ અને ૧૨ના કોંગ્રેસના હોદેદારો તેમના કાર્યકરો સાથે મોટી સંખ્‍યામાં ભાજપમાં જોડાયા હતા, ભાજપના વરિષ્‍ઠ આગેવાનો દ્વારા તેઓને ભાજપનો ખેસ પહેરાવીને આવકારવામાં આવ્‍યા હતા.

ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના વોર્ડ નં. ૧૨ના પ્રમુખ સુજીત મણવર, ઉપપ્રમુખ જય રાઠોડ, સહમંત્રી પાર્થ કંટેસરીયા, વિવેક રાઠોડ, વોર્ડ નં.૧૨ના બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ વિપુલગીરી, વોર્ડ નં. ૧૧ના મહામંત્રી રાજુભાઈ ગરચર સહિત કોંગ્રેસના મોટી સંખ્‍યામાં કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા, ઘોઘુભા જાડેજા, વોર્ડ નં. ૧૨ના પ્રભારી પ્રવિણભાઈ ઠુમ્‍મર, હોદેદારો રસિકભાઈ કાવઠીયા, મનસુખભાઈ વેકરીયા, દશરથસિંહ જાડેજા, ઘનશ્‍યામભાઈ ગોહિલ, હાર્દિકભાઈ ચૌધરી, કોર્પોરેટરો મગનભાઈ સોરઠીયા, મીતલબેન લાઠીયા, મૌલીકભાઈ દેલવાડીયા, શહેરના સંગઠનના હોદેદારો, શહેર યુવા સંસ્‍થાના પ્રમુખ કિશન ટીલવા, કિરણબેન હરસોડા, નરસિંહભાઈ કાકડીયા, યોગરાજસિંહ જાડેજા, ધર્મેશ ડોડીયા, સિધ્‍ધરાજસિંહ જાડેજા, ચેતન લાઠીયા, દરેક મોરચાના પ્રમુખ હોદેદારો, તમામ શ્રેણીના કાર્યકરો, વિવિધ સોસાયટીના પ્રમુખો, સમાજ શ્રેષ્ઠીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતાં.

(3:46 pm IST)