Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

જટકા મશીનમાં ખોટા સરકારી માર્કા લગાવી ખેડૂતો સાથે છેતરપીંડીઃ જંગલી જાનવરોનો પણ જીવ જઇ શકે

જટકા મશીનમાં સબસિડી નહીં મળે એવા ખોટા મેસેજ વાઇરલ કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવે છેઃ સબસીડી મેળવી લેવાનું કોૈભાંડ આચરાતું હોવાની શંકાઃ બીઆઇએસના ડિરેકટર રાણેએ વિગતો જણાવી : જટકા મશીનમાં સબસિડી નહીં મળે એવા ખોટા મેસેજ પણ અમુક લોકો વાઇરલ કરતાં હોઇ તેની તપાસ થશે

રાજકોટ તા. ૧૮: ખેતરોમાં વપરાતાં ઝટકા મશીનોમાં બીઆઇએસ (બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ) અને આઇએસઆઇના માર્કાનો ગેરઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું અને આઇએસઆઇના માર્ક ખોટી રીતે લગાવી સબસીડીમાં પણ કોૈભાંડ આચરવામાં આવી રહ્યાનું અને આ રીતે સરકાર તથા ખેડુત બંનેને નુકસાન જાય  તેમજ જંગલી જાનવરોના જીવ પણ જઇ શકે તેવું કૃત્ય થઇ રહ્યું હોવાનું ધ્યાને આવતાં ફિલ્ડમાસ્ટર ફેન્સ એનરજાઇઝર દ્વારા પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં બીઆઇએસના ડિરેકટરશ્રી રાણેએ વિગતો આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષથી ગુજરાત રાજ્યના ખેડૂતોને જંગલી જાનવરોથી પાકના રક્ષણ માટે વપરાતા જટકા મશીન સબસિડીમાં મળે એવી વારંવાર રજુવાત કરવામાં આવતી હતી અને આને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્યમાં પ્રથમવાર જટકા પર ૫૦ સબસિડીની મંજૂરી આપવામાં આવી છે. જટકા મશીન એ ઇલેકિટ્રકલ સાધન હોવાથી સરકાર દ્વારા ત્લ્ત્ દ્વારા માન્યતા પ્રાપ્ત અને ઉચ્ચ ગુણવતા હોય એવા જટકા મશીન પર જ સબસિડીમાં માન્યતા આપવામાં આવી છે અને ખેડૂતોને માર્કા વાળા મશીન પર જ સબસિડી મળે છે.

બીજી તરફ છેલ્લા ઘણા વર્ષોથી ડુપ્લિકેટ અને એસેમ્બલ્ડ કરતાં લેભાગુ તત્વો દ્વારા પોતાની પ્રોડકટ પર ખોટી રીતે ગ્ત્લ્ અને ત્લ્ત્ના માર્કા મારીને ગવર્મેન્ટ અપ્રુવ્ડ જટકા મશીન કહીને ખેડૂતોને ગેરમાર્ગે દોરીને અભણ અને ભોળા ખેડૂતો જોડે છેતરપિંડી કરવામાં આવિ રહી છે.આવા લેભાગુ તત્વો દ્વારા પોતાની પ્રોડકટ સબસિડીમાં મળશે એવી સોશિયલ મીડિયામાં પુષ્કળ જાહેરાત કરી ખેડૂતો,ડિલરો તેમજ સરકારી અધિકારીઓ ને પણ ગેરમારગે દોર્યા છે અને ખેડૂતોને આવી ખોટી પ્રોડકટનું વેચાણ કરીને છેતરવામાં આવ્યા છે.

આ વાત ધ્યાનમાં આવતા ગ્ત્લ્ દ્વારા સઘન ચેકિંગ કરતાં ખબરપડી કે ઘણા લોકો આવાખોટા માર્ક લગાવીને લોકોને છેતરી રહ્યા છે તેમજ માણસ તેમજ જંગલી જાનવરોના જીવને નુકશાન કરી શકે એવા જટકા મશીન બનાવી રહ્યા છે.

ગ્ત્લ્ની આ તપાસથી ખેડૂતોમાં અને સરકારમાં જાગૃતતા અવાવાથી ઘણા ખેડૂતો ચેતી ગયા છે. હાલમાં આવા લેભાગુ લોકોને ખબર પડતાં કે એમની પ્રોડકટ પર સબસિડી મળશે નહીં તેથી કરીને સોશિયલ મીડિયા પર જટકા મશીનમાં સબસિડી નહીં મળે એવા ખોટા મેસેજ વાઇરલ કરીને ખેડૂતોને ગેરમારગે દોરી ખેડૂતોને પોતાના લાભથી વંચિત રાખીને સરકારની આ યોજનાને નિષ્ફળ બનવાના પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હકીકતમાં અત્યારે ત્લ્ત્ માર્કાવાળા જટકા મશીન પર ગવર્મેન્ટની ૫૦ ટકાની સબસિડી ચાલુ છે. સરકાર દ્વારા સબસિડી બંધ હોવાનો કોઈ પરિપત્ર નથી. આવા છેતરપિંડી કરતાં અને ગેરમાર્ગે દોરતા લેભાગુ તત્વોની ઊંડી તપાસ કરી કાયદેસરના પગલાં લેવા જરૃરી છે.

(3:50 pm IST)