Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વામ્‍બે આવાસમાં પજવણીનો આરોપ મુકી વિનોદને ઢીકાપાટુનો માર

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર વામ્‍બે આવાસ ક્‍વાર્ટરમાં રહેતાં અને કંપનીમાં નોકરી કરતાં વિનોદ ખીમાભાઇ ખાણીયા (ઉ.વ.૨૭)ને રાતે નવેક વાગ્‍યે ઘર નજીક હતો ત્‍યારે અજય સહિતના શખ્‍સોએ ઝઘડો કરી ગદડા પાટુનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ તાલુકા પોલીસને જાણ કરી હતી. વિનોદે કોઇની પજવણી કરી છે તેવો આરોપ મુકી ઝઘડો કરી મારકુટ કરવામાં આવ્‍યાનું સગાએ જણાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાળીયા (રતનપર)માં રમાબેન ચાવડા પર પથ્‍થરમારો

કુવાડવાના જાળીયા રતનપર ગામે રહેતાં રમાબેન હસમુખભાઇ ચાવડા (ઉ.૪૫)ને શામજી અને વર્ષાબેને ઝઘડો કરી પાણકો મારી ઢીકાપાટુ મારતાં રાજકોટ સારવાર માટે દાખલ થતાં કુવાડવા પોલીસને જાણ કરાઇ હતી.

નવાગામમાં રાજુને ધોકાવાળી

કુવાડવા રોડ પર નવાગામમાં રહેતાં રાજૂ કમાભાઇ સોલંકી (ઉ.૪૨)ને મીઠાભાઇ અને રાહુલે સાંજે ઝઘડો કરી ઢીકાપાટુ અને ધોકાનો માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં કુવાડવા રોડ પોલીસને જાણ કરાઇ હતી.

વેલનાથપરામાં લાભુબેન પર રાજુ અને મુન્‍નાએ હુમલો કર્યો

મોરબી રોડ પર મામાના ધુના પાસે વેલનાથપરામાં રહેતાં લાભુબેન મગનભાઇ સનુરા (ઉ.૫૫)ને પડોશી રાજુ અને મુન્‍નાએ ઝઘડો કરી ઢીકાપાટુ મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝનને જાણ કરાઇ હતી.

(5:25 pm IST)