Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

રાજકોટ જૈન મોટા સંઘના સેક્રેટરી બકુલેશભાઇ રૂપાણીનો આજે જન્‍મદિન

રાજકોટઃ મ્‍યુનીસીપલ કોર્પોરશેનના  ભૂતપૂર્વ ટાઉનપ્‍લાનર જીવદયાપ્રેમી શ્રી બકુલેશભાઇ રૂપાણીનો આજે જન્‍મ્‍દિવસ છે. તેઓ રાજકોટ જૈન મોટા સંઘમાં તેઓ  સેક્રેટરી તરીકેની ફરજ નીભાવી રહ્યા છે. રૂડા તથા કોર્પોરેશનનો ૩૬ વર્ષનો બહોળો અનુભવ છે. તેઓ યશસ્‍વી જીવનના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળમાં ૬ વર્ષથી પોતાના અનુભવનું જ્ઞાન અબોલ જીવોના ઉતકર્ષ તથા કલ્‍યાણ અર્થે આપી રહ્યા છે. બકુલભાઇને શ્રેયાંસભાઇ વીરાણી, સુમનભાઇ કામદાર,મુકેશભાઇ બાટવીયા, કરણભાઇ શાહ, પંકજભાઇ કોઠારી, યોગેશભાઇ શાહ, સંજયભાઇ મહેતા, દીલીપભાઇ વસા, કાર્તિકભાઇ દોશી, જૈન અગ્રણી ઉપેનભાઇ મોદી તથા જૈન સમાજનાં અગ્રણીઓ જીવદયાપ્રેમીઓ, જૈનેતરો અને પરીવારજનો દ્વારા ૭૬૨૨૦૨૩૭૦૭ ઉપર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

(4:29 pm IST)