Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

વર્લ્‍ડ રેલ્‍વે ટેબલ ટેનીસ ચેમ્‍પીયનશીપ માટે ડેપ્‍યુટી રેફરી -અમ્‍પાયર પદે નિમણુંક

રાજકોટ, તા., ૧૮: આગામી તારીખ ૨૧.૨૦૨૨.૨૦૨૨ થી ૨૬.૧૧.૨૦૨૨ દરમિયાન જયપુર ખાતે યોજાનાર વર્લ્‍ડ રેલવે ટેબલ ટેનિસ ચેમ્‍પિયનશિપ માટે રાજકોટના મનીષ મહેતા અને ચંદ્રેશ રાઠોડની ડેપ્‍યુટી ચીફ રેફરી તથા અમ્‍પાયર તરીકે નિમણુક થયેલ છે. આ બન્ને તજજ્ઞો છેલ્લા ૨૦ વર્ષોથી ઓલ ઈન્‍ડિયા રેલવે ટેબલ ટેનિસ સ્‍પર્ધાઓમાં પોતાની નિષ્‍ણાંત સેવાઓ આપી રહેલ છે.  મનીષ મહેતા આંતરરાષ્‍ટ્રીય અમ્‍પાયર છે અને દેશ- વિદેશમાં થઈને આ તેમની સાતમી આંતરરાષ્‍ટ્રીય ઈવેન્‍ટ છે.  આ અગાઉ તેઓએ રાષ્‍ટ્રીય સ્‍પર્ધાઓમાં ઓલ ઇન્‍ડિયા ટેબલ ટેનિસ સ્‍કૂલ ગેમ્‍સ અને બીજી અનેક રાષ્‍ટ્રીય સ્‍તરની સ્‍પર્ધાઓમાં ચીફ રેફરી તરીકે પોતાની સેવાઓ આપી ચૂકયા છે. જ્‍યારે ચંદ્રેશ રાઠોડ રાષ્‍ટ્રીય અમ્‍પાયર છે અને આ તેમની પહેલી આંતરરાષ્‍ટ્રીય ઈવેન્‍ટ છે.  આ અગાઉ તેઓએ અનેક રાષ્‍ટ્રીય સ્‍તરની સ્‍પર્ધાઓમાં અમ્‍પાયર તરીકે સેવાઓ આપી ચૂકેલ છે.  મહેતા અને રાઠોડની આ સિધ્‍ધિ બદલ રાજકોટના ડિવિજનલ રેલવે મેનેજર અનિલકુમાર જૈન,  સ્‍પોર્ટ્‍સ સેક્રેટરી અભિનવ જૈફ,  રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ ટેબલ ટેનિસ એસોસિએશનના સેક્રેટરી હિરેન મહેતા તેમજ કોચ કિરણભાઈ ભટ્ટે સહિતનાઓએ તેઓને અભિનંદન તથા શુભેચ્‍છાઓ પાઠવેલ છે.

(4:33 pm IST)