Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

વ્‍યાજખોરોએ ૨૦ લાખ ઉપરાંત કારખાનુ પડાવી લીધુ : પોલીસ કમિશનરને રજૂઆત

કાલાવડ રોડ શક્‍તિનગરના રંજનબેન શીલુની તાલુકા પોલીસમાં ભાણેજ હિતેષ શીલુ, ભીખાભાઇ શીલુ, નીતીન વેગડા અને મહેશ વેગડા સામે લેખીત ફરિયાદ

રાજકોટ,તા.૧૯ : કાલાવડ રોડ પર શક્‍તિનગરમાં રહેતા દંપતીએ વ્‍યાજે લીધેલા ૨૦ લાખ વ્‍યાજ સહિત ચૂકાવી દીધા છતાં વ્‍યાજખોરોએ વધુ વ્‍યાજ માંગી કારખાનું પડાવી લીધા બાદ પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા દંપતીએ તાલુકા પોલીસ મથકમાં ચાર વ્‍યાજખોરો સામે ફરિયાદ કરી છે.

શક્‍તિનગર શેરીનં.૨માં રહેતા રમેશભાઇ શિવરામભાઇ શીલુ અને પત્‍ની રંજનબેન શીલુએ હિતેષ ભીખુભાઇ શસલુ, ભીખાભાઇ શિવરામભાઇ શીલુ,  શ્રીહરી સોસાયટીમાં રહેતા નિતીન વ્રજલાલભાઇ વેગડા અને મહેશ વ્રજલાલભાઇ વેગડા સામે પોલીસ કમિશનરને લેખીત અરજી કરી જણાવ્‍યું છે કે પોતે ત્રણ વર્ષ પહેલા નાણાની જરૂરીયાત ઉભી થતા  ૨૦ લાખ ૩ ટકા વ્‍યાજે લીધા હતા જેનું ૨૦ લાખ ઉપર વ્‍યાજ ચૂકવી દીધુ છે. છેલ્લા ત્રણ-ચાર મહીનાનું વ્‍યાજ નહી ભરી શકતા પોતાનું વાવડીમાં આવેલ શીલુ એન્‍ટરપ્રાઇઝ નામનું કારખાનું પડાવી લીધું છે. પોતાને સામાન કે સ્‍ટોક પણ આપતા નથી ત્‍યાં જઇએ તો ‘‘પાછા અહીં આવશો તો જાનથી મારી નાખીશું' તેવી ધમકી આપે છે અને કબ્‍જો કરી લીધો છે. પોતાની આજીવીકાનું સાધાન કારખાનું પડાવી લઇ અમેન રસ્‍તે રઝળતા કરી દીધા છે. તારે વ્‍યાજ તો અપવુ જ પડશે તેમ બંને મરી જાવ તો તમારા ઘરના સભ્‍યો પાસેથી હું વ્‍યાજ વસુલીશ મારે પોલીસમાં ઓળખાણ પણ છે અમે હપ્‍તા આપીએ છીએ  કોઇ કાંઇ બગાડી શકશે નહી હવે પછી કારખાને આવીશો તો ટાટીયા ભાંગી નાખીશું તેવી ધમકી આપે છે ઉપરોક્‍ત ચાર વ્‍યકિત સામે કરેલી રજુઆતમાં જાણવ્‍યુ હતુ કે, નીતીન વેગડા સાથે ૨૦૧૭થી કારખાનું ચાલુ કર્યું હતું. જેમાં ૬ મહિના પુર્વે અન્‍ય ભાગીદાર આવતા ભાણેજે દોઢ કરોડ રૂપિયા બારોબાર ઉપાડી લીધા હતા અને પોતાનું અલગ કારખાનું ચાલુ કરી દીધું હતું તે પછી વહીવટ સોંપવા ૫૦ લાખ ચૂકવી આપીશું. તેવો વિશ્વાસ વ્‍યકત કર્યો હોઇ તે સહિત ૬૬.૫૦ લાખ લેવાના હોઇ પરંતુ આજદીન સુધી પૈસા મળેલ નથી તેવો આક્ષેપ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:47 pm IST)