Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

ર.૮પ લાખ લીધા છતાં મુદલ-વ્‍યાજની ઉઘરાણી સરપદડના વ્‍યાજખોર પિતા-પુત્ર સામે ગુન્‍હો

રાજકોટ, તા., ૧૯: તરઘડીના યુવાન પાસેથી ર.૮પ લાખ જેટલું તોતીંગ વ્‍યાજ વસુલવા છતાં મુદલ રકમ અને વધુ વ્‍યાજની માંગણી કરનાર સરપદડના વ્‍યાજખોર પિતા-પુત્ર સામે પોલીસમાં ફરીયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ તરઘડીમાં રહેતા અને પશુપાલનનો વ્‍યવસાય કરતા કાનાભાઇ રાયધનભાઇ વાલાએ સરપદડ ગામના નિલેષ ધીરૂભાઇ મુંગરા તથા નિલેષના પિતા ધીરૂભાઇ મુંગરા સામે પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીએ ભેંસની ખરીદી માટે નિલેષ પાસેથી દોઢ લાખ રૂપીયા ૧૦ ટકા વ્‍યાજે લીધા હતા અને દર મહિને ૧પ૦૦૦ વ્‍યાજ લેખે ૧૯ મહિનાના ર.૮પ લાખ રૂપીયા નિલેષને આપી દીધેલ હોવા છતા નિલેષ અને તેના પિતા ધીરૂભાઇ ઘરે આવી દોઢ લાખ રૂપીયાની મુદલ રકમ અને ૧૦ ટકા વ્‍યાજની રકમ ચુકવવા ધમકી આપતા હોવાનું જણાવેલ છે.

આ ફરીયાદ અન્‍વયે પડધરી પોલીસે ઉકત બંન્ને પિતા-પુત્ર સામે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે

(3:49 pm IST)