Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

નાબાર્ડ આર.ઓ.ના ચીફ જનરલ મેનેજર જિલ્લા બેંકની મુલાકાતે

રાજકોટ, તા. ૧૯ :  શ્રી રાજકોટ ડિસ્‍ટ્રકટ કો-ઓપરેટીવ બેંક લી.,ના જનરલ મેનેજર વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્‍યા મુજબ ગુજરાત સરકારના પૂર્વ કેબીનેટ મંત્રી અને આ બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયા, વાઇસ ચેરમેન મગનભાઇ વડાવીયા, મેનેજીંગ ડિરેકટર ઘનશ્‍યામભાઇ ખાટરીયા તથા બોર્ડ ઓફ ડિરેકટર્સના વહીવટથી કો-ઓપ. બેંક રાષ્‍ટ્રીય સ્‍તરે ઉભરી આવેલ છે. નાબાર્ડ આર. ઓ. અમદાવાદના ચીફ જનરલ મેનેજર જ્ઞાનેન્‍દ્ર મણીએ મુલાકાત લઇ બેંકની વિવિધ પ્રવૃત્તિઓનો અભ્‍યાસ કરેલ અને બેંકના ચેરમેન જયેશભાઇ રાદડિયા તથા બેંકના જનરલ મેનેજર સી.ઇ.ઓ. વી.એમ. સખીયાએ બેંકની વિવિધ કામગીરીની જાણકારી આપેલ તેમણે વ્‍યવસ્‍થાપકોને બિરદાવ્‍યા હતા.

(4:04 pm IST)