Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

‘ધો.૧૦ બેઝિક ગણિતમાં સરળતાથી કેમ પાસ થવાય' વિષે રવિવારે માર્ગદર્શન સેમિનાર

ગણિત ન સમજાતું હોય તેવા વિદ્યાર્થીઓ પહોંચી જજો

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન અને રાજકોટ મહાનગરપાલિકા સ્‍થાપિત તથા સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત અને ગુજકોસ્‍ટ માન્‍ય શ્રી ઓ.વે.શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર-રેસકોર્ષ, ખાતે શ્રી પાયોનીયર એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના સંયુકત ઉપક્રમે ધોરણ ૧૦ બેઝિક ગણિતમાં સરળતાથી કેમ પાસ થવાય તે વિષયે આગામી રવિવાર તા.૨૨ના રોજ બપોરે ૩.૩૦થી સાંજે ૭.૩૦ દરમિયાન એક માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્‍યો છે.

ગણિત વિષયમાં નબળા હોય, ગણિત વિષય અઘરો લાગતો હોય, ગણિત ઓછુ સમજાતુ હોય એવા તમામ વિદ્યાર્થીઓ માટે ખાસ ઘડી કાઢવામાં આવેલ આ વિશેષ સેમીનારમાં ધોરણ ૧૦ના બેઝિક ગણિતમાં સરળતાથી કેમ પાસ થવાય તે માટેની વિગતવાર જાણકારી અને યોગ્‍ય માર્ગદર્શન વિષય નિષ્‍ણાંત દ્વારા આપવામાં આવશે.આ સેમિનારમાં જોડાવા માંગતા વિદ્યાર્થીઓએ ઉકત સ્‍થળે નિયત ટોકન ફી ભરીને પોતાનું નામ નોંધાવી દેવાનું રહેશે. આ સેમિનાર વિશેની વધુ માહિતી માટે સેન્‍ટર કો.ઓર્ડીનેટર શ્રી મીનેષ મેઘાણી મો.૯૯૭૮૮ ૨૫૮૨૯નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે.

(4:05 pm IST)