Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સ્‍યુસાઇડ નોટમાં ત્રાસ આપનારનું નામ લખી આપઘાતના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૧૯: જસદણમાં રહેતા બાબુભાઇ ચકુભાઇ કુકડીયાએ રાજકોટમાં રેલ્‍વેના પાટામાં મૃત્‍યુ પામે તે ઇરાદાથી સ્‍યુસાઇડ નોટ લખી ને આત્‍મહત્‍યા કરેલ જેમાં પોલીસે જસદણમાં રહેતા વીઠલભાઇ નારણભાઇ રાઠોડ ને આરોપી બનાવેલ અને આ કેસ રાજકોટની સેસન્‍સ કોર્ટમાં ચાલી જતા આરોપીને નિર્દોષ મુકત કરતો હુકમ કોર્ટએ ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે જસદણ ખાતે રહેતા બાબુભાઇ ચકુભાઇ કુકડીયા ગઇ તા. ૧ર/૭/ર૦૧પના રોજ પોતાના જસદણ મુકામે આવેલ ઘરથી નીકળીને તા. ૧૩/૭/ર૦૧પના રોજ રાજકોટ મુકામે રેલ્‍વેના પાટામાં આત્‍મહત્‍યા કરેલ જેમાં પોલીસ અધિકારી એ તપાસ કરતા આત્‍મહત્‍યા કરનાર પાસેથી એક નોટબુક મળી આવેલ હોય જે નોટમાં આત્‍મહત્‍યા કરવાનું કારણ લખેલ હોય અને કઇ વ્‍યકિતના કારણે આત્‍મહત્‍યા કરે છે તે પણ જણાવેલ હોય જે સ્‍યુસાઇટ નોટ પોલીસ એ કબ્‍જે કરેલ હોય જે સ્‍યુસાઇડ નોટમાં જસદણમાં રહેતા વિઠલભાઇ નારણભાઇ રાઠોડનું નામ હોય અને આત્‍મહત્‍યા કરનારની પત્‍નિની ફરીયાદના આધારે આ વિઠલભાઇ રાઠોડ વિરૂધ્‍ધ પોલીસ અધીકારીએ આત્‍મહત્‍યા કરવા માટે મજબુર કરવાની આઇ.પી.સી.ની કલમ ૩૦૬ મુજબની કલમ હેઠળ ગુન્‍હો નોંધેલ.

સરકાર તરફથી કેસ ચાલતા દરમ્‍યાન તમામ ડોમયુન્‍ેન્‍ટ તથા પુરાવાઓ કોર્ટ સમક્ષ રજુ કરેલ અને ૧૦ર ડોકયુમેન્‍ટને કેસમાં આકે પાડવામાં આવેલ. દલીલ સમયે ફરીયાદી તરફથી સરકારી વ કીલ એ અને આરોપી તરફથી આરોપીના વકીલે કોર્ટમાં રજુ થયેલ ડોકયુમેન્‍ટોને કોર્ટ ઉપર ધ્‍યાને અપાવેલ તથા દલીલ તબકકે બન્‍ને પક્ષકારોના એડવોકેટ દલીલો કરેલ તથા પોત પોતાના કેસને કોર્ટ સમક્ષ રજુ કરેલ તથા ઉચ્‍ચ અદાલતોના ચુકાદાઓ ધ્‍યાને લાવેલ (રજુ કરેલ) હોય જેમાં કોર્ટે એડવોકેટ શ્રી દુર્ગેશ જી. ધનકાણીની દલીલો તથા રજુઆતોને ધ્‍યાને લીધેલ અને રાજકોટના સેશન્‍સ જજ શ્રી બી. ડી. પટેલે એ આરોપી વીઠલભાઇ નારણભાઇ રાઠોડ આઇ.પી.સી. ૩૦૬ મુજબના રિક્ષાને પાત્ર ગુન્‍હામાંથી નિર્દોષ છોડી મુકવાનો આદેશ ફરમાવેલ છે.
આ કામમાં આરોપી વિઠલભાઇ નારણભાઇ રાઠોડ વતી રાજકોટના જાણીતા પ્રખ્‍યાત યુવા એડવોકેટ શ્રી દુર્ગેશ જી. ધનકાણી, વીજય સીતાપરા, વીજય સીતાપરા, પ્રદીપ બોરીચા, રંજનબા, એચ. જાડેજા તથા વિવેક સોજીત્રા રોકાયેલા હતા.

 

(4:08 pm IST)