Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

૪૫.૭૬ લાખના ચેકરિટર્ન થતા દેવરત્‍ન એન્‍ટરપ્રાઇઝના પ્રોપરાઇટર સામે ફરિયાદ

રાજકોટ,તા. ૧૯ : અહીંના આરોપી હરિભાઇ શામજીભાઇ મેઘાણી કે જે દેવરત્‍ન એન્‍ટરપ્રાઇઝ રાજકોટની નામની પેઢીના પ્રોપરાઇટર. તેઓ રાજકોટ મુકામેથી વિવિધ ગામેન્‍ટસના ખરીદ-વેચાણનો વેપાર કરે છે. તેમના વિરૂધ્‍ધ ફરિયાદી એલ.ડી.એન્‍ટરપ્રાઇઝના પ્રોપરાઇટર પ્રતિક એમ.ધાનક જેઓ રાજકોટ મુકામે થી વિવિધ ગાર્મેન્‍ટસના ઇમ્‍પોર્ટ એકસપોર્ટનો વેપાર કરે છે. ફરિયાદી દ્વારા રૂપિયાઃ ૪૫,૭૬,૦૧૨.૦૦ના ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરતાં રાજકોટના મહે. એડી. સીની.જજ હરિભાઇ શામજીભાઇ મેઘાણીને અદાલતમાં હાજ થવા સમન્‍સ ઇસ્‍યુ કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો કાલાવડ રોડ, મોટા મવા, રાજકોટ પાસેના રહીશ હરિભાઇ શામજીભાઇ મેઘાણી જે દેવરત્‍ન એન્‍ટરપ્રાઇઝ નામની પેઢી ધરાવે છે તેમણે પોતાની જરૂરિયાત મુજબનો માલ ફરિયાદી પાસેથી ખરીદી કરી, તે માલના બીલ મુજબ ચુકવણી પેટે આરોપીએ ફરિયાદીને રૂપિયા ૪૫,૭૫,૦૧૨.૦૦નો તેમની પેઢીની બેંકનો ચેક ઇસ્‍યુ કરી આપેલ.

આ ચેક રિટર્ન થતા આરોપી વિરૂધ્‍ધ ચેક રિટર્ન સંબંધે અદાલતમાં ફરિયાદ દાખલ કરી રજુઆત કરવામાં આવેલ કે આરોપીએ ફરિયાદી પાસેથી પોતાની જરૂરિયાત મુજબના માલની ખરીદી કરેલ માલની રકમ ચુકવવા પેટે આપેલ ચેક આપી, તે ચેક પાસ ન થવા દઇ આરોપી એ ધી નેગોશીએબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ છે. જે રજુઆતો ધ્‍યાને લઇ આરોપી હરિભાઇ શામજીભાઇ મેઘાણીને અદાલતમાં હાજર થવા હુકમ ફરમાવવામાં આવેલ હતો.

આ કેસમાં ફરિયાદી એલ.ડી.એન્‍ટરપ્રાઇઝના પ્રોપરાઇટર શ્રી પ્રતિક એમ.ધાનક તરફે શકિત કે.ગોહેલ તેમજ મિતુલ જે.ગારડી એડવોકેટસ રોકાયેલા છે.

(4:11 pm IST)