Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

મવડી-પાળ રોડ પરના મનપાના ટાઉનશીપની રર દુકાનોની હરરાજીઃ ૮.૮૦ કરોડ ઉપજયા

આ હરરાજીમાં ૧૩૬ લોકોએ ભાગ લીધોઃ સૌથી વધુ એક દુકાનના ૪૭.૩૦ લાખ ઉપજયાઃ બુધવારે મવડી, પારડી રોડ, ગોંડલ રોડ તથા કુવાડવા રોડની ૩૧ દુકાનોની હરરાજી

રાજકોટ તા. ૧૯: શહેરના મવડી-પાળ રોડ ખાતે મનપાની શિવ ટાઉનશીપની આવેલ રર દુકાનો માટે જાહેર હરરાજી યોજવામાં આવેલ હતી. જેમાં તમામ દુકાનોનું વેંચાણ થયેલ છે. આ હરરાજીથી રાજકોટ મહાનગરપાલિકાને રૂ. ૮.૮૦ કરોડની આવક થયેલ છે. આ હરરાજીમાં કુલ ૧૩૬ નાગરિકોએ ભાગ લીધોે હતો અને એક દુકાનની હાઇસ્‍ટ પ્રાઇઝ રૂ. ૪૭.૩૦ લાખ મળી હતી. આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્‍યા મુજબ સવારે ૯ કલાકે શ્રી સીતા ટાઉનશીપ સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાછળ મવડીની ૧૯ દુકાનો, કવિ કલાપી ટાઉનશીપ લાલપાર્ક સોસા. પાસે, પારડીરોડ પરની વીર નર્મદ ટાઉનશીપ-સમ્રાટ ઇન્‍ડ. એરીયા, ગોંડલ રોડની ૦ર દુકાનો, તથા ભકિત કવિ નરસિંહ મહેતા ટાઉનશીપ વૃંદાવન સોસા. પાસે, કુવાડવા રોડ ૦૧ દુકાનો સહિત કુલ ૩૧ દુકાનોની હરરાજી મ.ન.પા. મીટીંગ હોલ, પ્રથમ માળ, સેન્‍ટ્રલ ઝોન ઓફિસ, આર.એમ.સી. ખાતે યોજાશે.

આ હરરાજીમાં ભાગ લેવા માંગતા વ્‍યકિતઓને જે-તે હરરાજીના સમયે જ ે-તે સ્‍થળ પર હાજર રહેવા જાણ કરવામાં આવે છે. ફલાવર માર્કેટના થડાની હરરાજીમાં ભાગ લેનાર વ્‍યકિતઓએ સ્‍થળ ડીપોઝીટની રકમ રૂ. ૧૦,૦૦૦ રોકડા હરરાજીના સમયે ભરપાઇ કરવાના રહેશે.દુકાનોની હરરાજીમાં ભાગ લેનાર વ્‍યકિતઓએ ડીપોઝીટની રકમ રૂ. ર,૦૦,૦૦૦ ચેક અથવા ડી.ડી.થી હરરાજીના દિવસો પહેલા એસ્‍ટેટ વિભાગમાં અથવા હરરાજીના સમયે સ્‍થળ પર ભરપાઇ કરવાની રહેશે. ડીપોઝીટ ભરનાર વ્‍યકિતઓ જ હરરાજીમાં ભાગ લઇ શકશે. દુકાનોની અપસેટ કિંમત અને હરરાજીની શરતો વેબસાઇટ www.rmc.gov.in પરથી તેમજ એસ્‍ટેટ વિભાગ, રૂમ નં. ૧૦, ત્રીજો માળ, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઇ રોડ, રાજકોટ (ફોનઃ ૦ર૮૧-રરરરપ૪૦) ખાતેથી રૂબરૂ મળી શકશે.

(4:14 pm IST)