Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

હત્‍યાના ગુનામાં જેલમાંથી પેરોલ જંપકરનારા યુસુફ ઉર્ફે અંગો પકડાયો

ક્રાઇમ બ્રાંચે મોરબી રોડ સીટી સ્‍ટેશન પાસેથી દબોચ્‍યો

રાજકોટ તા. ૧૯ :.. સામાંકાંઠા વિસ્‍તારમાં થયેલી હત્‍યાના ગુનામાં મધ્‍યસ્‍થ જેલમાંથી પેરોલ જંપ કરનાર કેદીને ક્રાઇમ બ્રાંચે મોરબી રોડ સીટી સ્‍ટેશન પાસેથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરમાં અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ રજા પર ગયા બાદ ફરાર શખ્‍સોને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી રાજુ ભાર્ગવે સુચના આપતા ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એલ. એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ હત્‍યાના ગુનામાં મધ્‍યસ્‍થ જેલમાંથી પેરોલ જંપ કરી ફરાર કેદી યુસુફ ઉર્ફે અંગો મોરબી રોડ હોવાની એ. એસ. આઇ. ફીરોઝભાઇ શેખ, હેડ કોન્‍સ. જયદેવસિંહ પરમાર, ધર્મેન્‍દ્રસિંહ ઝાલાને બાતમી મળતા મોરબી રોડ સીટી સ્‍ટેશન પાસેથી યુસુફ ઉર્ફે અંગો ગુલાબભાઇ મેમાણી (ઉ.વ.પર) (રહે. ચામડીયા પરા સીટી સ્‍ટેશન સામે) ને પકડી લઇ જેલ હવાલે કર્યો હતો. આ કામગીરી ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એન. ડી. ડામોર, એ. એસ. આઇ. ચેતનભાઇ ચાવડા, ફીરોઝભાઇ શેખ, હેડ કોન્‍સ્‍ટેબલ ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર, પ્રદિપસિંહ જાડેજા, કોન્‍સ્‍ટેબલ અશોકભાઇ ડાંગર દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

(4:25 pm IST)