Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે કરાયેલા બાંધકામો દૂર કરાવતું રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર

ગ્રીનલેન્ડ ચોકડી નજીક અંદાજિત રૂ. ૬ કરોડની કિંમતની ૩૨૭૧ ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખાલી કરાવાઈ

રાજકોટ :રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સરકારી ખરાબાની જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરાયેલા કોમર્શિયલ બાંધકામનું ડિમોલીશન કરીને આ મોકાની સરકારી જગ્યાઓ દબાણમુક્ત કરવામાં આવી રહી છે.

 રાજકોટના ગ્રીનલેન્ડ ચોકડી નજીક, કુવાડવા રોડ પર રેવન્યુ સર્વે નં-૯૧ પૈકી, ટી.પી સ્કીમ નં-૧૨, પ્લોટ નં – ૫૫ ની ૩૨૭૧ ચોરસ મીટરની સરકારી ખરાબાની કિંમતી જમીનમાં વાણિજ્યિક હેતુથી અનધિકૃત દબાણ કરી રેતી, કપચીનુ વેચાણ કરવામાં આવતું હતું. જેનું ડિમોલીશન કરાવીને અંદાજિત રૂ. ૬ કરોડ ૫૪ લાખથી વધુ કિંમતની જમીન ખુલ્લી કરાવવામાં આવી છે.

આ તકે રાજકોટ પૂર્વના મામલતદાર રૂદ્ર ગઢવીએ કહ્યું કે આ જગ્યાના દબાણકર્તાઓને અગાઉ પણ નોટીસ પાઠવાઈ હતી પરંતુ તેઓએ ધ્યાને ન લેતા ગેરકાયદે થયેલા બાંધકામોને ખાલી કરવા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું છે. ખાલી કરાયેલી જમીન પર ફરી વાર દબાણ થાય તો દબાણકર્તા વિરૂધ્ધ ગુજરાત લેન્ડ ગ્રેબીન્ગ એક્ટ-૨૦૨૦ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે, તેમ  ગઢવીએ ઉમેર્યું હતું.

   
(1:13 am IST)