Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

રાજકોટમાં આજે એક મોતઃ નવા ૧૦ કેસ

શહેરમાં આજ દિન સુધીમાં કુલ કેસનો આંક ૧૫,૮૦૫ થયો અને ૧૫,૫૧૮ લોકો સાજા થયાઃ રિકવરી રેટ ૯૮.૨૪ ટકા

રાજકોટ, તા.૧૯:  વૈશ્વિક મહામારી કોરોનાની સારવાર દરમિયાન શહેર અને જીલ્લામાં  આજે એક મૃત્યુ થયું છે. જયારે  શહેરમાં બપોર સુધીમાં ૧૦ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૧૮નાં સવારે ૮ વાગ્યાથી તા.૧૯ને  આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૨૪૮૧  બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે.

બપોર સુધીમાં ૧૦ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૦  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૫,૮૦૫ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૫,૫૧૮ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૮.૨૪ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૮૯૬ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૨૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૨.૪૬ ટકા થયો  હતો. જયારે ૩૩  દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૫,૮૬,૦૭૬ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૫,૮૦૫  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૦ ટકા થયો છે.

(4:00 pm IST)