Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

દૂધીઃ ૯૨ ટકા પાણી, ખનીજો અને વિટામીનોથી ભરપુર

દૂધી પિતને લગતા રોગો તથા વજન ઘટાડવામાં ઉપયોગીઃ વિટામીન એ,બી,સી,ઈ અને કે મળે છે

ગુજરાતમાં  આપણા પૂર્વજો સ્ત્રીઓનું નામ દૂધીબેન પણ રાખતા. શાકભાજીઓના નામના લીસ્ટમાંથી આ સ્થાન દૂધીને મળેલું છે.એક કહેવત પણ છે કે ખાવ દૂધી તો વધે બુદ્ધિ.

૯૨ટકા જેટલું કુદરતી પાણી ધરાવતી ઉનાળાની શાકભાજી તરીકે ઓળખાતી દૂધીના વેલા થાય છે.જમીન,વાડ કે દીવાલ પર એનાં વેલા ખૂબ ફેલાય છે. તેના પાન તથા ડાળી મજબૂત તથા ખરસત હોય છે.દૂધીને ઠંડી અને પોસ્ટીક ગણવામાં આવી છે.ગરમીને કારણે વજન ઘટતું હોય તો વજન વધારનારી અને ગર્ભને પોષણ આપનારી છે. દૂધી ગરમીની તાસીર વાળાને,ગરમીના રોગવાળાને ગરમ ઋતુ-ઉનાળામાં વધુ માફક આવે છે.

દૂધીમાં રહેલા વિટામિનોઃ- વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-સી, વિટામિન-ઈ, વિટામિન-કે

 દૂધીમાં રહેલા ખનીજોઃ- આયર્ન, ફોલેટ, પોટેશિયમ ઝીંક અને મેંગેનીઝ જેવા ખનિજો પણ છે.

દૂધીના ઔષધિય ફાયદાઃ-  (૧)પાચન માટે ફાયદાકારકઃ- જો પાચનક્રિયાને લગતી કોઇ સમસ્યાથી પીડાતા હોતો દૂધીનો જ્યૂસ શ્રેષ્ઠ ઉપાય છે. દૂધીનો જ્યુસ ઘણો હળવો હોય છે અને તેમાં એવા કેટલાય તત્ત્વ છે.જે કબજિયાત અને ગેસની સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે.

(૨)વજન ઘટાડવામાં ઉપયોગીઃ- દૂધીનો રસ વજન ઘટાડવા માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.દૂધી ફાઇબરથી ભરેલી છે  તેમાં કેલરી પણ ઓછી હોય છે.ફાઈબર વજન ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે.અન્ય વસ્તુઓની સરખામણીમાં દૂધી ઝડપથી વજન ઓછું કરે છે.દવાના સ્વરૂપમાં દૂધીનો જ્યુસ નિયમિત રીતે પી શકાય છે.

(૩)સ્કિન માટે ફાયદાકારકઃ- દૂધીમાં ૯ર ટકા જેટલું નેચરલ  વોટર હોય છે.તેનો જ્યુસ નિયમિત પીવાથી પ્રાકૃતિક રીતે ચહેરાની રંગત નિખરવા લાગે છે.અથવા જ્યુસ હથેળીમાં લઇને ચહેરા પર મસાજ કરી શકો છો.આ ઉપરાંત દૂધીનો એક ટુકડો કાપીને ચહેરા પર મસાજ કરવાથી પણ ચહેરા પર નિખાર આવે છે.

(૪)શરીરને ઠંડક આપે છેઃ- પેટને ઠંડુ રાખે છે અને શરીરની ગરમી ઘટાડે છે.કોઈ પણ જાતની ગરમી સંબંધિત બીમારી માટે દૂધીનો રસ એક મહાન ઉપાય છે. દુધીનું વૈજ્ઞાનિક નામઃ Lagenaria siceraria અંગ્રેજી નામઃ- bottle gourd, સંસ્કૃત નામઃ- મહાફલી

ખાસ નોંધ

(૧) પ્રયોગ શરૂ કરતાં પહેલા આપણા બંને નિષ્ણાત વૈદરાજોની  સલાહ લઈ જ લેવી.

(૨)આપણા શરીરના ડોકટર આપણે પોતે જ બનવું પડે.

ઘણી બધી જુદી જુદી ઔષધિઓ ડાયાબિટીસ,બીપી તથા અન્ય રોગમાં ઉપયોગી છે.પરંતુ તે આપણા શરીરની તાસીર ઉપર આધાર રાખે છે.

નિષ્ણાંતોની ટીમ

(૧)વૈદ્ય એલ્વિસ દેત્રોજા, એમ.ડી. આયુર્વેદ,ગવર્મેન્ટ હોસ્પિટલ જુના વાઘણીયા જીલ્લો અમરેલી, મો.૮૧૪૦૭ ૧૩૭૫૭, (૨) વૈદ્ય કિરીટ પટેલ, બી.એ.એમ.એસ., જુનાગઢ, મો. ૯૪૨૬૯ ૯૫૦૮૯ (૩૦.૧૩)

લેખકઃઅશ્વિન ભુવા

મો.૮૩૨૦૫ ૫૬૦૧૨, મો.૯૪૨૮૮ ૮૯૫૬૦

(4:07 pm IST)